રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં નોંધાયો વરસાદ, જાણો વધુ ક્યાં વરસ્યો

રાજ્યમાં 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી છે, આજે પાંચ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ઓરેંજ એલર્ટ અપાયું છે. પાટણ અને મોરબીમાં અતિભારે વરસાદનું એલર્ટ અપાયું છે. 16 જિલ્લા અને બે સંઘપ્રદેશમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, સુરેન્દ્રનગર, દ્વારકા, જામનગર,સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, ખેડા, મહિસાગર, પંચમહાલ,દાહોદ, નવસારી, વલસાડ, ડાંગ,દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે 24 કલાકમાં 76 તાલુકામાં એકથી ચાર ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુરના સંખેડામાં 4.02 ઈંચ વરસાદ વરસ્યો છે. સુરતના ઉમરપાડા તાલુકામાં 3.90 ઈંચ વરસાદ વરસ્યો, છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠાના ઈડરમાં 3.86 ઈંચ વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં વ્યારા તાલુકામાં 3.54 ઈંચ, ડભોઈ તાલુકામાં 3.15 ઈંચ,દાંતા અને રાધનપુર તાલુકામાં 3.11 ઈંચ, ખેડબ્રહ્મા અને વાલોડ તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
સુરત શહેરમાં 2.80 ઈંચ વરસાદ વરસ્યો, મોરબીના માળિયામાં 2.68 ઈંચ વરસાદ, ડેડિયાપાડામાં 2.56 ઈંચ,જામકંડોરણામાં 2.40 ઈંચ,કુકરમુંડા અને ધ્રાંગધ્રા તાલુકામાં 2.32 ઈંચ, મહુવા તાલુકામાં 2.17 ઈંચ,સોનગઢ, નવસારી, માંગરોળ, ટંકારામાં 2.13 ઈંચ, વિજયનગર, પલસાણા, મોરબી, બોડેલીમાં 2.09 ઈંચ વરસાદ વરસ્યો. 24 કલાકમાં સાંતલપુર તાલુકામાં 2.01 ઈંચ વરસાદ વરસ્યો છે.વડાલી, દહેગામ, સતલાસણા, કરજણમાં 1.93 ઈંચ, ધનસુરા 1.89 ઈંચ, પાવી જેતપુરમાં 1.85 ઈંચ,ઓલપાડ 1.81 ઈંચ, ભાણવડમાં 1.73 ઈંચ,વડગામ, બારડોલી, જલાલપોરમાં 1.73 ઈંચ,દાંતીવાડામાં 1.69 ઈંચ વરસાદ વરસ્યો છે.
ઉલ્લેખનિય છે કે સતત વરસાદથી રાજ્યના ડેમોની જળસપાટી પણ વધી રહી છે. ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીનું જળસ્તર વધશે. 64,144 ક્યુસેક પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે.