Weather update: વીજળીના કડાકા ભડાકા સાથે આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ, જાણો લેટેસ્ટ આગાહી

રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહે છે. 

હવામાન વિભાગના જણાવ્યા મુજબ વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી અને દમણમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આ સિવાય દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં પણ અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.  

રાજ્યમાં સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 34 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સવારે 6થી 10 વાગ્યા સુધીમાં ભરૂચના હાંસોટમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે.   ભાવનગરના મહુવામાં સવા બે ઈંચ, ભરૂચના નેત્રંગમાં બે ઈંચ,ભરૂચમાં બે ઈંચ વરસાદ,સુરતના માંગરોળમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો છે.

કામરેજમાં એક ઈંચ,  ધોલેરામાં એક ઈંચ,  ઝઘડિયામાં પોણો ઈંચ, નાંદોદમાં પોણો ઈંચ, તળાજામાં પોણો ઈંચ, વાગરામાં પોણો ઈંચ, તિલકવાડામાં અડધો ઈંચ, ધારીમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.  શિનોરમાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો તો તાલાલામાં અડધો ઈંચ વરસાદ વરસી ગયો.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી સપ્તાહે ગુજરાતમાં ચોમાસું બેસે તેવી શક્યતા છે. 29 મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરાઇ છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે ગીર સોમનાથ, દીવમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઇ છે. 30, 31 તારીખે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ હતી.

આ પણ વાંચો, Gandhinagar: PM મોદીએ કાંકરિયા-અટલબ્રિજની ટિકિટનું રહસ્ય ખોલ્યું

https://www.instagram.com/timenewsguj/reels

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/shorts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *