રાહુલ ગાંધીએ માર્ચમાં સામેલ કાર્યકર્તાને કોણી મારી, મહિલા પત્રકારને ધક્કો માર્યો:ભાજપનો આરોપ- તેમનું વર્તન લોકશાહી માટે ખતરનાક

BJPએ રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યો છે કે તેમણે વિરોધ પ્રદર્શનને કવર કરી રહેલી મહિલા પત્રકાર સાથે ધક્કામુક્કી કરી. એટલું જ નહીં, તેમણે પોતાની પાર્ટીના કાર્યકર્તાને પણ કોણી મારી અને કર્ણાટકના CM ડીકે શિવકુમારને પણ ધક્કો માર્યો.

BJPના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ એક વીડિયો શેર કર્યો છે. તેમાં તેમણે દાવો કર્યો છે કે રાહુલ ગાંધીએ પત્રકારને કોણી મારી અને ખભાથી પકડીને ખેંચી. આથી તેઓ જમીન પર પડી ગયાં અને ઈજાગ્રસ્ત થયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

BJP દિલ્હીના ઉપાધ્યક્ષ રાજેશ ભાટિયાએ જણાવ્યું કે પત્રકારની બહેને તેમને ઘટનાની જાણકારી આપી હતી. ત્યારબાદ તેઓ BJPના ધારાસભ્ય ઉમંગ બજાજ અને સ્થાનિક નેતા પ્રતીક શર્મા સાથે હોસ્પિટલ પહોંચ્યા.

રાહુલ ગાંધી સહિત વિપક્ષી નેતાઓએ 12 ઑક્ટોબરે સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કાઢી હતી. આ ઘટનાઓ આ દરમિયાન બની હતી.

BJP પ્રવક્તાએ કહ્યું- રાહુલના મનમાં દેશના લોકતંત્ર અને મહિલાઓ માટે નફરત

પ્રદીપ ભંડારીએ મીડિયાને કહ્યું, “તમે સૌએ વીડિયો જોયો છે. રાહુલ ગાંધીએ એક મહિલા પત્રકારને કોણીથી ધક્કો માર્યો અને પકડીને પાડી દીધી.”

તેમણે દાવો કર્યો કે પત્રકારની હાલત એટલી બગડી ગઈ કે તેમને હોસ્પિટલમાં દાખલ કરાવવી પડી. પત્રકાર રાહુલ ગાંધીને કોઈ સવાલ પણ પૂછી રહી નહોતી. તેઓ માત્ર વિરોધ પ્રદર્શનનું કવરેજ કરી રહી હતી.

ભંડારીએ આગળ આરોપ લગાવ્યો કે કોંગ્રેસનો કોઈ કાર્યકર મદદ માટે આગળ આવ્યો નહોતો. તેના બદલે, કેટલાક લોકોએ તેના પર જ સવાલ ઉઠાવવાનો પ્રયાસ કર્યો.

સોમવારે બનેલી આ ઘટનાઓથી સાબિત થાય છે કે રાહુલ ગાંધીના મનમાં દેશના લોકતંત્ર અને મહિલાઓ માટે નફરત ભરેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *