Site icon Time News

Supreme Court: ‘રાષ્ટ્રપતિને ‘પોકેટ વીટો’નો અધિકાર નથી’, Supreme Court એ ત્રણ મહિનામાં નિર્ણય લેવાની આપી ડેડલાઈન

તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિ કેસમાં સુપ્રીમ કોર્ટે 8 એપ્રિલે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. પહેલી વાર ન્યાયાધીશ જેપી પારડીવાલા અને આર મહાદેવનની બેન્ચે રાષ્ટ્રપતિને બિલ પર નિર્ણય લેવા માટે સમયમર્યાદા નક્કી કરી છે. આ મામલે Supreme Court એ કહ્યું છે કે, ‘રાજ્યપાલ દ્વારા મોકલવામાં આવેલા બિલ પર રાષ્ટ્રપતિએ ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવો ફરજિયાત રહેશે. કલમ 201 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલા કાર્યો ન્યાયિક સમીક્ષાને પાત્ર છે.’

Supreme Court નો આ નિર્ણય ત્યારે આવ્યો જ્યારે કોર્ટે કહ્યું કે, તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિએ ડીએમકે સરકાર દ્વારા પાસ કરાયેલા 10 બિલને મંજૂરી ન આપતા આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી કરી અને તમિલનાડુના રાજ્યપાલના નિર્ણયને ફગાવી દીધો. સુપ્રીમ કોર્ટે મંગળવારે આ ચુકાદો આપ્યો હતો અને શુક્રવારે સંબંધિત આદેશ જાહેર કરવામાં આવ્યો હતો.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ‘બંધારણના અનુચ્છેદ 201 મુજબ, જ્યારે રાજ્યપાલ દ્વારા કોઈ બિલ રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે, ત્યારે રાષ્ટ્રપતિએ કાં તો તેને પોતાની સંમતિ આપવી પડશે અથવા પોતાની અસંમતિ વ્યક્ત કરવી પડશે. જોકે, બંધારણમાં આ પ્રક્રિયા માટે કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી.’આ મામલે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, ‘રાષ્ટ્રપતિને ‘પોકેટ વીટો’નો અધિકાર નથી. તેનો અર્થ એ કે તેઓ પોતાનો નિર્ણય અનિશ્ચિત સમય માટે મુલતવી રાખી શકતા નથી.’

રાષ્ટ્રપતિએ કારણો જાહેર કરવા પડશે

બેન્ચે કહ્યું કે, ‘બંધારણમાં આ પ્રક્રિયા માટે કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી, પરંતુ સત્તાનો ઉપયોગ વાજબી સમયની અંદર થવો જોઈએ. કલમ 201 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા સત્તાનો ઉપયોગ કાયદાના આ સામાન્ય સિદ્ધાંતથી બાકાત ન કહી શકાય.’

વધુમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘જો ત્રણ મહિનાથી વધુ વિલંબ થાય છે, તો યોગ્ય કારણો જણાવવા જોઈએ અને સંબંધિત રાજ્યને તેની જાણ કરવી જોઈએ. અમારું માનવું છે કે રાષ્ટ્રપતિએ રાજ્યપાલ દ્વારા તેમના વિચારણા માટે મોકલવામાં આવેલા બિલ પર સંદર્ભ મળ્યાની તારીખથી ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવો જરૂરી છે.

આ પણ વાંચો, Ahmedabad: દિલ્હીના સ્ટાર્ટઅપ મહાકુંભમાં સ્પોર્ટોમિકને રાષ્ટ્રીય માન્યતા મળી, GTU વેન્ચર્સ સ્ટાર્ટઅપ રમતગમત અને ગેમિંગ શ્રેણીમાં શ્રેષ્ઠ તરીકે ઉભરી આવ્યું

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version