Ahmedabad: દિલ્હીના સ્ટાર્ટઅપ મહાકુંભમાં સ્પોર્ટોમિકને રાષ્ટ્રીય માન્યતા મળી, GTU વેન્ચર્સ સ્ટાર્ટઅપ રમતગમત અને ગેમિંગ શ્રેણીમાં શ્રેષ્ઠ તરીકે ઉભરી આવ્યું

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) તેના ત્યાં જીટીયુ વેન્ચર્સમાં કાર્યરત સ્ટાર્ટઅપ સ્પોર્ટોમિકને મળેલી એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સિદ્ધિની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે. સ્પોર્ટોમિક સ્ટાર્ટપને નવી દિલ્હીમાં આયોજિત પ્રતિષ્ઠિત સ્ટાર્ટઅપ મહાકુંભમાં રમતગમત અને ગેમિંગમાં “શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ’નો ખિતાબ મળ્યો છે.

સ્પર્ટોમિકની સ્થાપના રાહુલ ઝુનઝુનવાલા દ્વારા કરવામાં આવી છે. સ્પોર્ટોમિકની દેશભરના 3,000થી વધુ સ્ટાર્ટઅપ્સમાંથી પસંદ કરાઈ હતી અને તે દેશના ટોચના 50 સ્ટાર્ટઅપ્સમાંનાં એક તરીકે ઉભરી આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સ્ટાર્ટઅપ મહારથી ચેલેન્જમાં જીત મેળવનાર તે ગુજરાતનું એકમાત્ર સ્ટાર્ટઅપ હતું, જેના કારણે આ ક્ષણ GTU વેન્ચર્સ અને સમગ્ર રાજ્યની ઇકોસિસ્ટમ માટે ગર્વની ક્ષણ બની હતી.આ એવોર્ડ કેન્દ્રના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ એક્સેલના ભાગીદાર પ્રશાંત, બોટના સહ-સ્થાપક અમન ગુપ્તાની ઉપસ્થિતિમાં અપાયો હતો.

મંત્રીએ ભારતીય નગરો અને શહેરોમાં રમતગમતને સુલભ બનાવવા માટે સ્પોર્ટોમિકના નવીન અભિગમની પ્રશંસા કરી હતી અને તેના મોડેલને દેશભરમાં તેના વ્યાપકપણે અપનાવવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. આ પ્રસંગે માન્યતાના ભાગ રૂપે સ્પોર્ટોમિકને તેની અસર અને પહોંચને વધારવા માટે DPIIT, ભારત સરકાર દ્વારા 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ એનાયત કરવામાં આવી હતી.

આ પ્રસંગે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. રાજુલ કે. ગજ્જરે કહ્યું કે, “ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી વેન્ચર્સના ઇન્ક્યુબેટી સ્પોર્ટોમિકને સ્ટાર્ટઅપ મહાકુંભમાં સ્ટાર્ટઅપ મહારાઠી ચેલેન્જ જીતતા અને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મેળવતા જોઈને અમને ગર્વ થાય છે. આ સિદ્ધિ અમારા સ્ટાર્ટઅપ્સની નવીન ભાવના અને ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના વેન્ચર્સ અને ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમની શક્તિને પ્રતિબિંબિત કરે છે. અને રાજ્યને ગૌરવ અપાવવા બદલ રાહુલ ઝુનઝુનવાલા અને તેમની ટીમ અભિનંદનને પાત્ર છે. જી.ટી.યુ. વેન્ચર્સ સમગ્ર ગુજરાતમાં એક મજબૂત નવીનતા અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે, અને આ માન્યતા ઉચ્ચ-અસરકારક, સ્કેલેબલ સ્ટાર્ટઅપ્સને ટેકો આપવાના તેના મિશનને વધુ મજબૂત બનાવે છે.

આ પણ વાંચો. Mumbai: અભિનેતા આયુષ શાહે બિશ્વજીત ઘોષ અને પિયાલી ચેટર્જી ઘોષ સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી, ચેક બાઉન્સ અને નાણાકીય છેતરપિંડીના આરોપ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *