Entertainment: હાથમાં બુક સાથે બિકીનીમાં પૂજા ભાલેકરે આપ્યા હોટ પોઝ, જુઓ તસવીરો

પૂજા ભાલેકરની ફિલ્મી કારકિર્દીની શરૂઆત બોલિવૂડના જાણીતા નિર્દેશક રામ ગોપાલ વર્મા સાથે થઈ હતી. રામ ગોપાલ વર્માએ બ્રુસ લીને શ્રદ્ધાંજલિ આપવા માટે બનાવેલી ફિલ્મ ‘લડકી’માં પૂજાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

આ ફિલ્મમાં તેણે શાનદાર માર્શલ આર્ટ્સ અને એક્શન દ્રશ્યો કરીને સૌને પ્રભાવિત કર્યા હતા. આ ફિલ્મ પછી, તે ઇન્ટરનેટ પર તેની બોલ્ડ અને સુંદર તસવીરો અને વીડિયો માટે ખૂબ ચર્ચામાં રહે છે.

પૂજા ભાલેકર માત્ર એક અભિનેત્રી જ નહીં, પરંતુ એક કડક ફીટનેસ રૂટિનનું પાલન કરતી વ્યક્તિ પણ છે. તે માર્શલ આર્ટ્સ, કાર્ડિયો અને સ્ટ્રેન્થ ટ્રેનિંગને પોતાના ફિટનેસનો ભાગ માને છે.

એક ઈન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે તેના માટે ફિટનેસ માત્ર એક કે બે વસ્તુ નથી, પરંતુ તે એક લાઈફસ્ટાઈલ છે.

પૂજાનું માનવું છે કે શરીરને ફિટ અને સ્વસ્થ રાખવું એ એક મંદિરની જેમ તેનું સન્માન કરવા જેવું છે. આમ, પૂજા ભાલેકર તેના ટેલેન્ટ, મહેનત અને ફીટનેસને કારણે સિનેમા જગતમાં એક અલગ ઓળખ બનાવી રહી છે.

દરરોજ, પૂજા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના હોટ ફોટા શેર કરે છે અને તેના ચાહકોને તેની ઝલક બતાવે છે.

આ પણ વાંચો, ગૌરવ ખન્નાએ ઉઠાવી બિગ બોસની ટ્રોફી, જીત્યા 50 લાખ રૂપિયા