રાજકોટમાં PM મોદીનો રોડ શો રદ, સોમનાથથી સીધા વાયબ્રન્ટ સમિટમાં પહોંચશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદી રાજકોટમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત રિજન ઈન્વેસ્ટર્સ સમિટનું 11 જાન્યુઆરી ઉદ્ઘાટન કરશે. રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં યોજાનારી સમિટમાં હાજરી આપતાં પહેલા પીએમ મોદી રોડ શો કરવાના હતા પરંતુ હવે પીએમ મોદીનો આ રોડ શો કેન્સલ કરવામાં આવ્યો છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસ કાર્યક્રમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાજકોટમાં રોડ શો કેન્સલ કરવામાં આવ્યો છે. હવે તેઓ 10 તારીખના રોજ સોમનાથમાં રાત્રી રોકાણ કરશે અને સોમનાથ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ 11 તારીખે રોજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે સીધા વાયબ્રન્ટ સમિટ ઉદ્ઘાટન માટે પહોંચશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *