Site icon Time News

લોથલમાં PM મોદીનું હેલિકોપ્ટર ઉડી ન શક્યું! બાય રોડ 100 કિ.મીનું અંતર કાપી અમદાવાદ પહોંચ્યા!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 20 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે છે. ભાવનગરમાં એક કાર્યક્રમમાં ભાગ લીધા બાદ તેઓ લોથલ જવા રવાના થયા હતા. જોકે, ખરાબ હવામાનના કારણે તેમનું હેલિકોપ્ટર લોથલ પહોંચી શક્યું ન હતું. લોથલમાં બનેલા દેશના પ્રથમ દરિયાઈ વારસાના મ્યુઝિયમની મુલાકાત લેવાનો તેમનો કાર્યક્રમ હતો. પરંતુ લોથલમાં હવામાન અચાનક બગડતા અને ભારે વરસાદના કારણે હેલિકોપ્ટર ઉતરી શક્યું નહીં. આથી, હેલિકોપ્ટરને પરત ફરવાની ફરજ પડી હતી. આથી, વડાપ્રધાને લોથલથી અમદાવાદ સુધીનું લગભગ 100 કિલોમીટરનું અંતર સડક માર્ગે કાપ્યું હતું.

વડાપ્રધાન મોદી લોથલથી રોડ માર્ગે અમદાવાદ આવવાનો નિર્ણય કર્યો. ભાવનગરથી અમદાવાદનું 100 કિલોમીટરથી વધુનું અંતર તેમણે કાર દ્વારા કાપ્યું હતું. અમદાવાદ પહોંચ્યા બાદ તેઓ દિલ્હી જવા રવાના થશે. ભાવનગરમાં વડાપ્રધાને 27,000 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ સાથે જ, તેમણે ભાવનગરના જવાહર મેદાનમાં એક રોડ શોમાં પણ ભાગ લીધો હતો, જ્યાં ધારાસભ્યો અને મંત્રીઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો, બંગાળીઓ નવરાત્રિમાં પણ માછલી-મટન-ચિકન કેમ ખાય છે? સામે આવ્યું હેરાનીભર્યું કારણ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version