ટ્રમ્પના ટેરિફ ઘટાડવાની જાહેરાત પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યુ?

અમેરિકા-ભારત વચ્ચે ટ્રેડ ડિલ હેઠળ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 18 ટકા ટેરિફ ઘટાડાની જાહેરાત કરી હતી જેના પર પીએમ મોદીની પહેલી પ્રતિક્રિ સામે આવી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે, “આજે મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરીને ખૂબ આનંદ થયો અને મને આનંદ છે કે મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર ટેરિફ હવે 18 ટકા ઘટાડવામાં આવશે.” પીએમએ કહ્યું હતું કે આ નોંધપાત્ર જાહેરાત માટે ભારતના 1.4 અબજ લોકો તરફથી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ખૂબ ખૂબ આભાર.

પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, “જ્યારે બે મુખ્ય અર્થતંત્રો અને વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશો સાથે મળીને કામ કરે છે ત્યારે તે આપણા લોકોને લાભ આપે છે અને પરસ્પર ફાયદાકારક સહયોગ માટે અસંખ્ય તકો ખોલે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નેતૃત્વ વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે જરૂરી છે. ભારત શાંતિ માટેના તેમના પ્રયાસોને સંપૂર્ણ સમર્થન આપે છે. હું આપણી ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે તેમની સાથે કામ કરવા આતુર છું.”

સોમવાર (2 ફેબ્રુઆરી, 2026) ના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી. આ વાતચીત દરમિયાન બંને નેતાઓએ વેપાર સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ટ્રુથ સોશિયલ પર વડા પ્રધાન મોદી સાથેની વાતચીત અંગે એક વિગતવાર નિવેદન બહાર પાડ્યું હતું. ટ્રમ્પે લખ્યું હતું કે, “આજે સવારે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવી મારા માટે સન્માનની વાત હતી. તેઓ મારા શ્રેષ્ઠ મિત્રોમાંના એક છે અને તેમના દેશના એક શક્તિશાળી અને આદરણીય નેતા છે.”

ટ્રેડ ડિલ પર બની સહમતિઃ  ટ્રમ્પ

ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે, વડાપ્રધાન મોદીની વિનંતી પર અને પરસ્પર મિત્રતાના આધારે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર થયો છે. આ કરાર હેઠળ અમેરિકા ભારત પર પારસ્પરિક ટેરિફ 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરશે, જ્યારે ભારત અમેરિકા વિરુદ્ધ તેના ટેરિફ અને નોન-ટેરિફ અવરોધોને શૂન્ય કરવા તરફ આગળ  વધશે. ટ્રમ્પના મતે, ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે અને અમેરિકા અને વેનેઝુએલા પાસેથી ખરીદી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *