PM મોદી 15 મેથી પાંચ દેશોના પ્રવાસે જશે, વિદેશ મંત્રાલયે જાહેર કર્યું શિડ્યુલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૫ થી ૨૦ મે દરમિયાન પાંચ દેશોના મહત્વપૂર્ણ વિદેશ પ્રવાસે રવાના થશે, જે અંગે વિદેશ મંત્રાલય દ્વારા સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી છે. પ્રવાસના પ્રથમ તબક્કે ૧૫ મેના રોજ તેઓ સંયુક્ત આરબ અમીરાત જશે, જ્યાં રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે ઉર્જા સહયોગ, દ્વિપક્ષીય વેપાર અને વ્યૂહાત્મક ભાગીદારી પર ચર્ચા કરશે.
ત્યારબાદ, ૧૫ થી ૧૭ મે દરમિયાન તેઓ નેધરલેન્ડના વડાપ્રધાન રોબ જેટન સાથે મુલાકાત કરશે અને ૧૭-૧૮ મેના રોજ સ્વીડનના ગોથેનબર્ગની મુલાકાત લેશે. પ્રવાસના ચોથા તબક્કામાં ૧૮-૧૯ મે દરમિયાન પીએમ મોદી ત્રીજી ભારત-નોર્ડિક શિખર સંમેલનમાં ભાગ લેવા નોર્વે જશે અને છેલ્લે ઇટાલીની મુલાકાત સાથે તેમનો આ પ્રવાસ પૂર્ણ થશે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય મજબૂત રાજકીય, સાંસ્કૃતિક અને આર્થિક સંબંધોને વેગ આપી આંતરરાષ્ટ્રીય સ્તરે પરસ્પર હિતો પર વિચાર-વિમર્શ કરવાનો છે.