PM Modi: વારાણસી ઉતરતા જ PM મોદીએ અધિકારીઓનો લીધો ક્લાસ, જાણો શું છે કારણ

શુક્રવારે PM Modi બાબતપુર એરપોર્ટ પર ઉતરતાની સાથે જ રન વે પર આવકારવા આવનારા વારાણસી પોલીસ કમિશનર, ડિવિઝનલ કમિશનર અને કલેક્ટર પાસેથી વારાણસી ગેંગ રેપ કેસ વિશે સંપૂર્ણ માહિતી મેળવી હતી. એરપોર્ટ ઉપર જ PM MODI આ કેસ અંગે ત્રણેય અધિકારીઓ સાથે અલગ-અલગ વાત કરતા જોવા મળ્યા. જણાવી દઈએ કે, વારાણસીમાં એક ૧૯ વર્ષની છોકરી પર ૨૩ છોકરાઓએ અલગ અલગ જગ્યાએ ૬ દિવસ સુધી ગોંધી રાખી વારાફરતી બળાત્કાર ગુજાર્યો. 29 માર્ચે છોકરીને તેનો એક મિત્ર લઈ ગયો હતો. જેણે તેની ઉપર સૌથી પહેલા બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ છોકરાઓ જગ્યા બદલતા રહ્યા અને સતત 6 દિવસ સુધી 23 છોકરાઓએ 19 વર્ષની છોકરીના શરીરને ચૂંથ્યું. આ ઘટનામાં પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમના લોકસભા મતવિસ્તાર વારાણસીની 50મી મુલાકાતે પહોંચ્યા છે. અહીં નિર્ધારિત સમય કરતાં 24 મિનિટ વહેલા કાશી પહોંચેલા પીએમ મોદીએ રનવે પર તેમનું સ્વાગત કરવા આવેલા પોલીસ અને પ્રશાસન એમ બંને કમિશ્નરો અને ડીએમ સાથે અલગથી આ કેસની માહિતી મેળવી હતી.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમના લોકસભા મતવિસ્તાર વારાણસીની 50મી મુલાકાતે પહોંચ્યા છે. અહીં નિર્ધારિત સમય કરતાં 24 મિનિટ વહેલા કાશી પહોંચેલા પીએમ મોદીએ રનવે પર તેમનું સ્વાગત કરવા આવેલા પોલીસ અને પ્રશાસન એમ બંને કમિશ્નરો અને ડીએમ સાથે અલગથી આ કેસની માહિતી મેળવી હતી.  

પીડિત યુવતી પાંડેપુર વિસ્તારની રહેવાસી છે અને સ્પોર્ટ્સ કોલેજમાં પ્રવેશની તૈયારી કરી રહી હતી. પીડિતાની માતાએ કહ્યું કે તેની ગભરાયેલી પુત્રી રસ્તો ભૂલી ગઈ અને એક હેવાનથી છૂટીને ઘરે પહોંચવાની આશામાં તે બીજા હેવાનના હાથમાં જતી રહી. 29 માર્ચે તેની સખીના ઘરેથી પાછી ફરી રહી હતી ત્યારે રસ્તામાં રાજ વિશ્વકર્મા નામનો મિત્ર મળ્યો. રાજ તેને લંકાના એક કાફેમાં લઈ ગયો અને તેના પર બળાત્કાર કર્યો. ૩૦ માર્ચે સમીરે તેના પર બળાત્કાર ગુજાર્યો, ૩૧ માર્ચે આયુષ, સોહેલ, દાનિશ, અનમોલ, સાજિદ, ઝાહિદે રેપ કર્યો. આ પછી ૧ એપ્રિલે સાજિદે ચાર મિત્રો સાથે મળીને, ૨ એપ્રિલે રાજ ખાન (તેણીએ ના પાડી હોવાથી તેણે તેની પર બળાત્કાર ન કર્યો), ૩ એપ્રિલે દાનિશ, શોએબ અને અન્ય લોકોએ તેના પર બળાત્કાર ગુજાર્યો. આ સમયગાળા દરમિયાન છોકરી બે વાર તેના મિત્રના ઘરે રહી હતી પરંતુ ઘરે પરત ફરતી વખતે તેને બીજા છોકરાએ ઉપાડી લીધી. 

આ પણ વાંચો, ફોર્ચ્યુનરમાં સવાર પ્રોપર્ટી ડીલર પર 10 રાઉન્ડ ફાયરિંગ, ગોળીઓના અવાજથી રસ્તો ગૂંજી ઉઠ્યો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *