પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી, પરિસ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું – વાતચીત અને ડિપ્લોમેસીથી થાય સમાધાન


ઈરાન સામે  અમેરિકા અને ઈઝરાયલ વચ્ચેના સંઘર્ષથી મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો છે, અને તેની અસર વિશ્વભરમાં જોવા મળી રહી છે. આ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયાન સાથે ફોન પર વાત કરી. વાતચીત દરમિયાન પીએમ મોદીએ ભારતીયોની સુરક્ષા સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી. પીએમ મોદીએ તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટમાં વાતચીતની વિગતો શેર કરી છે.

તેમણે X પર લખ્યું કે, તેમણે મધ્ય પૂર્વની ગંભીર પરિસ્થિતિ પર ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયાન સાથે ચર્ચા કરી. તેમણે પ્રદેશમાં તણાવ વધવા, નાગરિકોના જાનમાલના નુકસાન અને નાગરિક માળખાગત સુવિધાઓને થયેલા નુકસાન અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી

પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ભારતીય નાગરિકોની સલામતી અને અવિરત ઉર્જા પરિવહનની જરૂરિયાત ભારતની ટોચની પ્રાથમિકતાઓ છે. તેમણે કહ્યું, “ઈરાનના રાષ્ટ્રપતિ સાથેની મારી વાતચીતમાં, મેં શાંતિ અને સ્થિરતા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો મત દોહરાવ્યો હતો.  અને સંવાદ અને કૂટનીતિથી મામલો ઉકેલવા અપીલ કરી હતી. .” અગાઉ, વિદેશ મંત્રાલયે અહેવાલ આપ્યો હતો કે, આ મામલે  ભારત અને ઈરાનના વિદેશ પ્રધાનોએ છેલ્લા કેટલાક દિવસોમાં ત્રણ વખત વાતચીત થઇ ચૂક્યાં  છે.

વડાપ્રધાન મોદી અને ઈરાની રાષ્ટ્રપતિ વચ્ચેની વાતચીત બાદ, ભારતને સંભવિત તેલ અને ગેસ સંકટમાંથી રાહત મળવાની અપેક્ષા છે. પીએમ મોદીએ ઈરાની રાષ્ટ્રપતિને તેલ અને અન્ય માલસામાનની હેરફેર માટે ઈરાની સહાય સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. બંને નેતાઓએ ભારતીય નાગરિકો અને તે માર્ગ પર ભારતીય માલસામાન લઈ જતા જહાજોની સલામતી અંગે ચર્ચા કરી. નોંધનીય છે કે ઇરાકમાં અમેરિકન જહાજ પર થયેલા હુમલામાં એક ભારતીયનું મોત થયું હતું. ઈરાન પહેલાથી જ ચીનને જહાજોના પરિવહનની મંજૂરી આપે છે. ભારતને પણ ઈરાન તરફથી આ છૂટ મળશે, અને IRGC તેના પર હુમલો કરશે નહીં.

હોર્મુઝ સ્ટ્રેટ બંધ
ગુરુવારે, ઈરાનના નવા સુપ્રીમ લીડર, આયતુલ્લાહ મોજતબા ખામેનીએ પહેલી વાર દુનિયાને સંબોધન કર્યું. તેમણે કહ્યું ,કે હોર્મુઝ સ્ટ્રેટ હાલ પૂરતો બંધ રહેશે. તેમણે એમ પણ કહ્યું કે, ઈરાનના તેના ગલ્ફ આરબ પડોશીઓ પર હુમલા ચાલુ રહેશે. ઈરાનના નવા સુપ્રીમ લીડરએ ગલ્ફ દેશોને યુએસ લશ્કરી થાણા બંધ કરવા હાકલ કરી, ધમકી આપી કે યુએસ થાણા પર હુમલો કરવામાં આવશે. અમે બાળકોની હત્યાનો બદલો લઈશું. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં આવેલા તમામ યુએસ બેઝ બંધ કરવામાં આવશે.

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, ભારત અને ઈરાનના વિદેશ પ્રધાનો છેલ્લા કેટલાક દિવસોમાં ત્રણ વખત વાટાઘાટો કરી ચૂક્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ઈરાને જહાજોને ભારત જવાની પરવાનગી આપી છે, ત્યારે તેમણે કહ્યું કે વધુ ટિપ્પણી કરવી અકાળ ગણાશે.

https://www.instagram.com/timenewsguj/?hl=en

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:  AMTSની લાલદરવાજા થી બાવળા રૂટની બસમાં આગ, સદનસીબે જાનહાની ટળી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *