Site icon Time News

ભારત- જર્મની વચ્ચે થયા અનેક કરાર, PM મોદીએ કહ્યુ- ‘બંન્ને દેશો વચ્ચેના સંબંધો થઈ રહ્યા છે મજબૂત’

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ચાન્સેલરનું ભારતમાં સ્વાગત કરવું મારા માટે સુખદ સંજોગ છે. સ્નેહ અને આત્મીયતા સાથે ચાન્સેલર મર્ઝનું ભારતમાં સ્વાગત છે. ભારત- જર્મની વચ્ચે સંબંધોના 25 વર્ષ પૂર્ણ થયા છે. ભારત- જર્મની વચ્ચેના સંબંધો મજબૂત થઈ રહ્યા છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર સર્વોચ્ચ સ્તરે છે. 2 હજારથી વધુ જર્મન કંપનીઓ ભારતમાં છે. ભારત-જર્મની CEO ફોરમમાં જીવંત ઉદાહરણ જોવા મળ્યું હતું. રિન્યુએબલ એનર્જી ક્ષેત્ર સાથે બંને દેશની જરૂરિયાત સમાન છે. બંને દેશો અનેક ક્ષેત્રોમાં નવી ભાગીદારી આગળ વધારી રહી છે. જર્મની સાથે તકનીકી સંબંધો વધુ મજબૂત થયા છે. રમત-ગમત ક્ષેત્રે પણ બંને દેશોએ આગળ વધવા નિર્ણય કર્યો છે. 

બંને દેશો વચ્ચેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીએ કહ્યું કે ભારત અને જર્મની નજીકના ભાગીદાર છે. તેથી જ આજે ભારતમાં 2,000 થી વધુ જર્મન કંપનીઓ છે. આ જર્મનીના ભારત પરના અતૂટ વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.

Exit mobile version