Site icon Time News

નવસારીમાં PM મોદીએ કહ્યું- મહિલાઓના મળતાં આશિર્વાદમાં હું દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ

સુરત અને સેલવાસ બાદ આજે તેઓ નવસારીના વાસી બોરસી ખાતે લખપતિ દીદી કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા છે. જ્યાં તેમણે મહિલાઓને સંબોધતા અગાઉ રોડ શો યોજ્યો હતો. આજે મહિલા દિવસે વડાપ્રધાન મોદી 41 હજાર લખપતિ દીદી સહિત દોઢ લાખ મહિલાઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં સફળ મહિલાઓ કે જેઓ વાર્ષિક એક લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે તેઓને સન્માનિત કરવામાં આવી છે. વડાપ્રધાને ચેક સહાય આપી હતી. ત્યારબાદ પોતાના પ્રવચનની શરૂઆત કેમ છો કહીને કરી હતી.

મોદીએ ભાષણની શરૂઆતમાં કહ્યું કે, થોડા સમય અગાઉ મહાકુંભ મેળામાં માતા ગંગાના આશિર્વાદ મળ્યા હતાં. જ્યારે અહિં મને માતૃશક્તિના કુંભમાં મહિલાઓના આશિર્વાદ મળ્યાં છે. આજે મહિલા દિવસ છે. મહિલાઓ પાસેથી શીખ લેવાનો દિવસ  છે. ગર્વથી કહી શકું છું કે, મને મહિલાઓના આશિર્વાદ ખૂબ પ્રમાણમાં મળી રહ્યાં છે અને મળતાં રહેશે.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ છું. મને જે રીતે મહિલાઓના આશિર્વાદ મળી રહ્યાં છે તેને જોતાં કહી શકાય છે કે મને જેટલા આશિર્વાદ મળી રહ્યાં છે તેમાં હું સૌથી નસીબદાર છું. ઘણા લોકો મને આ મુદ્દે ટ્રોલ કરશે પણ તેમ છતાં હું ગર્વભેર કહી શકું કે મારી જિંદગીના એકાઉન્ટમાં રોજે રોજ મહિલાઓના આશિર્વાદ વધી રહ્યાં છે. સતત વધતાં જ જાય છે. 

અહિ મહિલાઓ શૌચાલયને શૌચાલય નથી કહેતી. એમ કહે છે કે, આ તો મોદીએ ઇજ્જત ઘર બનાવ્યું છે. અમારી સરકારે મહિલાઓને સન્માન આપ્યું છે.આપણે અહીં શાસ્ત્રોમાં નારીને નારાયણી કહ્યું છે. નારીનું સન્માન એ દેશના વિકાસનું પહેલું પગથીયું છે. આજે ભારત દુનિયાનો ત્રીજો સ્ટાર્ટઅપ દેશ છે. ભારત અંતરિક્ષમાં અનંત ઉંચાઇઓએ છે. મને ગર્વ થાય છે કે દુનિયામાં સૌથી વધુ મહિલા પાયલોટ ભારતમાં છે.

આર્ટીકલ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં મહિલાઓએ તમામ અધિકાર મળ્યા છે. પહેલાં ત્યાની મહિલાઓ સુવિધાઓથી વંચિત હતી. એમની સાથે અન્યાય થતો હતો પણ પહેલાંની સરકારને કંઇ ચિંતા જ નહોતી. મુસ્લિમ મહિલાઓ માટે 370ની કલમ હટવાની જેમ ત્રિપલ તલાક હટતાં સન્માન અને ન્યાય મળ્યો છે. કામ કરતી મહિલાઓને સગર્ભાવસ્થામાં માત્ર 12 અઠવાડિયાની રજા મળતી હતી, અમારી સરકારે હવે એને વધારીને 26 અઠવાડિયા કરી દીધા છે.

રાજકીય મેદાન હોય કે રમતનું મેદાન, દેશના દરેક ક્ષેત્રમાં મહિલાઓ છવાયેલી છે. 2014 બાદથી દેશના મહત્વના પદો પર મહિલાઓની ભાગેદારી ખૂબજ ઝડપથી વધી છે. કેન્દ્ર સરકારમાં સૌથી વધુ મહિલા મંત્રી બની, 2019માં પહેલીવાર અમારી સંસદમાં 78 મહિલા સાંસદ ચૂંટાઈને આવી હતી.તમારી વાતો, આત્મવિશ્વાસ એ બતાવે છે કે, ભારતની નારીશક્તિએ દેશની જવાબદારી સંભાળી લીધી છે

રાજકીય મેદાન હોય કે રમતનું મેદાન, દેશના દરેક ક્ષેત્રમાં મહિલાઓ છવાયેલી છે. 2014 બાદથી દેશના મહત્વના પદો પર મહિલાઓની ભાગેદારી ખૂબજ ઝડપથી વધી છે. કેન્દ્ર સરકારમાં સૌથી વધુ મહિલા મંત્રી બની, 2019માં પહેલીવાર અમારી સંસદમાં 78 મહિલા સાંસદ ચૂંટાઈને આવી હતી.તમારી વાતો, આત્મવિશ્વાસ એ બતાવે છે કે, ભારતની નારીશક્તિએ દેશની જવાબદારી સંભાળી લીધી છેદીકરો ઘરે આવે ને માતાનું મોઢુ મલકાય એમ મને જોઇને દરેક માતાના મોઢા પર સ્માઈલ હોય છે.ગાંધીજી કહેતા હતા કે દેશની આત્મા ગામડામાં હોય છે. હું એમાં એક પંક્તિ જોડુ છું કે ગ્રામીણ ભારતની આત્મા નારીના સશક્તિકરણમાં હોય છે.મેં પહેલીવાર વડાપ્રધાનના શપથ લીધા અને પહેલીવાર સંબોધ કર્યું ત્યારે કહ્યું હતું કે, દીકરી ઘરે મોડી પહોંચે તો પરિવાર ઘણા સવાલ કરે છે. એ બાબતે મેં સવાલ ઉઠાવ્યો હતો કે દીકરો મોડા આવે તો એને પણ પુછો.

આગળના પાંચ વર્ષમાં ત્રણ કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનો સંક્લપ લીધો છે. જે કામને માતાઓ-બહેનો હાથ લગાવે છે એ કામનું કદ અને ગર્વ વધી જાય છે.નમો ડ્રોન દીદી અભિયાનથી ખેતીમાં નવી ક્રાંતિ ઉભી થઇ છે અને બહેનોને લાખોની આવક થઇ રહી છે.દીકરીઓની સુરક્ષા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટનું ગઠન કર્યું અને દેશભરમાં 800 કોર્ટ બનાવવામાં આવી. જેમાં રેપ અને પોક્સોના ત્રણ લાખ કેસની સુનાવણી થઇ.

અમારી સરકારે 24 કલાક મહિલાઓ માટે કામ કર્યું. દેશભરમાં મહિલાઓ માટે ખાસ સેન્ટર શરૂ કર્યા, જેમાં 10 લાખ મહિલાઓને મદદ મળી છે.ભારતીય ન્યાય સંહિતામાં બળાત્કાર જેવા અપરાધમાં 60 દિવસમાં ન્યાયની વ્યવસ્થા કરી છે. અમે ઇ-એફ.આર.આઇની વ્યવસ્થા કરી છે.સુરત જિલ્લાનું ઉદાહરણ છે ગયા વર્ષે એક દીકરી સાથે બળાત્કાર થયો હતો. જેમાં 15 દિવસમાં પોલીસે કામ પુરુ કર્યું અને હમણાં થોડા અઠવાડિયા પહેલાં જ આરોપીને સજા મળી છે.સી આર પાટિલે પોતાના ભાષણમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓને વિકાસમાં અગ્રણી ભાગીદાર બનાવી છે. લખપતિ દીદી એ માત્ર કાર્યક્રમ કે યોજના નહી પરંતુ સાચા અર્થમાં સાકારિત થયેલી યોજના છે. નારી શક્તિને વડાપ્રધાને પારખીને દરેક ક્ષેત્રમાં આગળ વધારી છે. લાખો બહેનોની સુરક્ષાનું કામ પણ મહિલાઓને આપવામાં આવ્યું છે. દેશમાં યોજાતી પરેડમાં પણ મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. મહિલાઓ માટે વડાપ્રધાને અવસર ઉભા કર્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આ કાર્યક્રમ વિઝનરી લીડર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે શક્ય બન્યો છે. નવું ભારત આજે દેખાય છે. સર્વાંગી વિકાસમાં મહિલાઓનો ફાળો અમૂલ્ય છે. 2.50 લાખ મહિલાઓને 450 કરોડની સહાય આપવામાં આવી રહી છે. મહિલા શક્તિ સુશિક્ષિત બનીને નવી તાકાત તરીકે સખી મંડળના નવા યુગમાં પ્રવેશ કર્યો છે. ગ્રામિણ બહેનો માટે પણ વડાપ્રધાન દ્વારા કામ કરવામાં આવ્યું છે. જેથી મહિલા શક્તિ વિકાસમાં અગ્રેસર છે. 

આ પણ વાંચો, Ahmedabad: ‘અમદાવાદ કેમ’ એપ્લિકેશન આવતા મહિને લોન્ચ થશે, રોડ પર કચરો ફેંકતા કે થૂંકતા લોકોનો ફોટો પાડી એપ પર મૂકો અને ગિફ્ટ વાઉચર મેળવો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version