PM મોદીએ મારૂતિ સુઝુકીના નવા EV પ્લાન્ટનું કર્યું ઉદ્દઘાટન, પ્રથમ કારને લીલી ઝંડી બતાવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસના બીજા દિવસે મારૂતિ સુઝુકીની પ્રથમ ઇલેક્ટ્રિક કાર Maruti E Vitaraને ફ્લેગ ઓફ કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ બેચરાજીના હંસલપુર સ્થિત પ્લાન્ટમાં હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડના સ્થાનિક ઉત્પાદનનું પણ ઉદ્દઘાટન કર્યું હતું. આજથી મારૂતિ સુઝુકીની આ ઇલેક્ટ્રિક SUVનું પ્રોડક્શન શરૂ કરી દેવામાં આવ્યું છે જેમાં જાપાન, યુરોપ સહિત વિશ્વના 100થી વધુ દેશઓમાં એક્સપોર્ટ કરવામાં આવશે

હાંસલપુર સ્થિત સુઝુકી મોટર ગુજરાત (SMG) પ્લાન્ટની કુલ ઉત્પાદન ક્ષમતા હવે 10 લાખ યૂનિટ કરતા વધુની છે, જે આ નવા એસેમ્બલી લાઇન શરૂ થયા બાદ વધી જશે. હાંસલપુર પ્લાન્ટની શરૂઆત માર્ચ 2014માં કરવામાં આવી હતી. અહીં સૌથી પ્રથમ મારૂતિ સુઝુકી બલેનોનું ઉત્પાદન થયું અને પછી જાન્યુઆરી 2018માં નેકસ્ટ જનરેશન મારૂતિ સુઝુકી સ્વિફ્ટ હૈચબેકનું પ્રોડક્શન શરૂ કરવામાં આવ્યું હતું. હવે અહીંથી મારૂતિની પ્રથમ ઇલેક્ટ્રિક કાર Maruti e Vitaraનું પણ ઉત્પાદન થશે જે ભારત જ નહીં પણ દુનિયાના કેટલાક દેશોમાં નિકાસ કરવામાં આવશે.

નવા બેટરી પ્લાન્ટના ઉદ્ઘાટનથી ભારતમાં લિથિયમ-આયન બેટરીના હાઇબ્રિડ ઇલેક્ટ્રોડનું સ્થાનિક ઉત્પાદન શરૂ થશે. આ પગલું ભારતના બેટરી ઇકોસિસ્ટમને નવો તબક્કો આપશે અને વિદેશી નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે. આ પ્લાન્ટ ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપશે, જે સ્વચ્છ ઉર્જા અને પર્યાવરણ સંરક્ષણ માટે મહત્ત્વપૂર્ણ છે. ગુજરાતમાં ઈ-મોબિલિટી ક્ષેત્રે આ પગલું ઔદ્યોગિક વિકાસનો નવો દોર ખોલશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

બપોરે 1:00 વાગ્યાની આસપાસ વડાપ્રધાન મોદી અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે. તેમનો આ ગુજરાત પ્રવાસ રાજ્યના ઔદ્યોગિક અને આર્થિક વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયો છે. આ પગલું વડાપ્રધાનના ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ વિઝનને વધુ મજબૂત બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *