PM MODI: PM મોદીએ જમ્મુમાં તિરંગો બતાવી ચિનાબ આર્ચ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું: ટૂંક સમયમાં કટરા-શ્રીનગર વંદે ભારતનું ઇનોગ્રેશન કરશે

PM મોદીએ શુક્રવારે સવારે 11 વાગ્યે જમ્મુમાં ચિનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે આર્ચ બ્રિજનું તિરંગો લહેરાવીને ઉદ્ઘાટન કર્યું. PM અહીં લગભગ એક કલાક રોકાયા. આ દરમિયાન તેઓ રેલવે અધિકારીઓ અને બ્રિજ બાંધકામ કામદારોને મળ્યા.

તેઓ એન્જિનમાં બેસીને ચિનાબ આર્ચ બ્રિજથી કેબલ સ્ટે અંજી બ્રિજ પર પહોંચ્યા. અહીં તેમણે અંજી બ્રિજનું પણ ઉદ્ઘાટન કર્યું.

આ પછી, PM કટરા રેલવે સ્ટેશન પહોંચશે અને કાશ્મીરને દેશના બાકીના ભાગ સાથે જોડતી કટરા-શ્રીનગર વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. આ ઉપરાંત, તેઓ 46 હજાર કરોડ રૂપિયાથી વધુના અન્ય વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. તેઓ કટરા સ્ટેડિયમમાં જાહેર સભા પણ કરશે.

આ પણ વાંચો, Ahmedabad: ACP પ્રદિપસિંહ જાડેજાની DCP તરીકે બઢતી, કમિશનરે ટાઈટલ સોલ્ડર લગાડી સન્માન કર્યું

https://www.instagram.com/timenewsguj

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *