PM MODI in Gujarat: PM મોદી નવસારીમાં લખપતિ દીદીને મળ્યા, ખુલ્લી જીપમાં રોડ શો કરી સભા સ્થળે પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ગઇકાલે સુરત અને સેલવાસ બાદ આજે તેઓ નવસારીના વાસી બોરસી ખાતે લખપતિ દીદી કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા છે. આજે મહિલા દિવસે વડાપ્રધાન મોદી 41 હજાર લખપતિ દીદી સહિત દોઢ લાખ મહિલાઓનું સન્માન કરશે. આ કાર્યક્રમમાં સફળ મહિલાઓ કે જેઓ વાર્ષિક એક લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે તેઓને સન્માનિત કરવામાં આવશે. નોંધનીય છે કે, આજે વડાપ્રધાનની તમામ સુરક્ષાની જવાબદારી 3000 મહિલા પોલીસ કર્મચારીઓએ સંભાળી છે.
સભાને સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ્હસ્તે 25 હજારથી વધુ સ્વસહાય જૂથોની બહેનોને રૂ. 450 કરોડથી વધુની સહાયનું વિતરણ કરાશે. વડાપ્રધાન મોદી 700 મિટરના રોડ શો બાદ સભા મંડપમાં પહોંચ્યા છે. થોડીવારમાં જનમેદનીને સંબોધન કરશે.
આ પણ વાંચો, Surat: માતા-પિતા અને પુત્રનો સામુહિક આપઘાત, આર્થિક સંકડામણમાં પરિવારે દવા ગટગટાવી