PM મોદીએ દિલ્હીમાં ફૂંક્યું ચૂંટણીનું બ્યુગલ, આપી 4500 કરોડની ભેટ

પીએમ મોદીએ દિલ્હીના અશોક વિહારના સ્વાભિમાન એપાર્ટમેન્ટમાં ઝૂંપડપટ્ટીના પુનર્વસન પ્રોજેક્ટ હેઠળ ઝૂંપડપટ્ટીમાં રહેવાસીઓ માટે બનાવવામાં આવેલા નવા ફ્લેટની મુલાકાત લીધી હતી. આ પછી તેમણે લાભાર્થીઓને ચાવીઓ સોંપી હતી. દિલ્હીની રેલીમાં પીએમ મોદીએ કહ્યું, ‘હું ઈચ્છતો તો શીશ મહેલ બનાવી શક્યો હોત’

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચારની શરૂઆત કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું, “વર્ષ 2025 ભારતના વિકાસ માટે ઘણી નવી સંભાવનાઓ લઈને આવી રહ્યું છે. વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનવા તરફની અમારી યાત્રા આ વર્ષથીઝડપી બનશે.”

ચૂંટણી પહેલા પીએમ મોદીએ દિલ્હીની જનતાને મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ દિલ્હીમાં 4500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે પીએમ મોદીએ દિલ્હીના અશોક વિહારમાં સ્વાભિમાન એપાર્ટમેન્ટમાં ઇન-સીટુ સ્લમ પુનર્વાસ પ્રોજેક્ટ હેઠળ ઝુગ્ગી ઝોપરી (જેજે) જૂથોના રહેવાસીઓ માટે 1,675 ફ્લેટનું ઉદ્ઘાટન કર્યું અને લાભાર્થીઓને તેમની ચાવીઓ પણ આપી હતી.

આવતા મહિને દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી એટલે કે 3 જાન્યુઆરીથી ભાજપનો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. આ દરમિયાન તેમણે વર્ષ 2025ને નવી સંભાવનાઓનું વર્ષ ગણાવ્યું. પીએમ મોદીએ કહ્યું, “વર્ષ 2025 ભારતના વિકાસ માટે ઘણી નવી સંભાવનાઓ લઈને આવી રહ્યું છે. વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનવા તરફની અમારી યાત્રા આ વર્ષે વેગવંતી બનવા જઈ રહી છે. આજે ભારત અને વિશ્વમાં રાજકીય અને આર્થિક સ્થિરતા છે. તે ભારતનું પ્રતીક બની ગયું છે, ભારતની આ ભૂમિકા 2025માં વધુ મજબૂત બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *