
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજસ્થાનના બિકાનેર પહોંચ્યા. આ દરમિયાન પીએમએ કહ્યું કે, અમે 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા હુમલાનો 22 મિનિટમાં આતંકવાદીઓના 9 ઠેકાણાઓનો નાશ કરીને જવાબ આપ્યો. પહેલગામ હુમલાને યાદ કરતા પીએમએ કહ્યું કે, 22 એપ્રિલના રોજ આતંકવાદીઓએ આપણી બહેનોના ધર્મ વિશે પૂછીને તેમના કપાળનું સિંદૂર ભૂંસી નાંખ્યું હતું. ૧૪૦ કરોડ દેશવાસીઓએ સંકલ્પ કર્યો હતો કે, તેઓ આતંકવાદનો નાશ કરશે. અમારી સરકારે ત્રણેય દળોને સંપૂર્ણ છૂટ આપી હતી.
ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ આગળ કહ્યું કે, ત્રણેય સેનાઓએ મળીને પાકિસ્તાનને ઘૂંટણિયે પડવા મજબૂર કર્યું. 22મી તારીખે થયેલા હુમલાના જવાબમાં આતંકવાદીઓના ઠેકાણાનો 22 મિનિટમાં નાશ કરવામાં આવ્યો. દુનિયાએ જોયું કે, જ્યારે સિંદૂર બારૂદમાં ફેરવાઈ જાય છે ત્યારે શું થાય છે.
ઓપરેશનની સફળતા વિશે બોલતા પીએમએ કહ્યું કે, હું દેશવાસીઓને કહેવા માંગુ છું કે જે લોકો સિંદૂર લૂછવા માટે નીકળ્યા હતા તેઓને ધૂળમાં મેળવી દીધા છે. ભારતમાં વહેતા લોહીના દરેક ટીપાનો હિસાબ આપવામાં આવ્યો છે. ચીન પર નિશાન સાધતા પીએમએ કહ્યું કે, જેઓ પોતાના શસ્ત્રો પર ગર્વ કરતા હતા તેઓ આજે કાટમાળના ઢગલા નીચે દટાયેલા છે
આ પણ વાંચો, Ahmedabad: મેટ્રોમાં ખામી સર્જાતા મુસાફરો રખડ્યા, વસ્ત્રાલ-થલતેજ લાઇન બંધ
