Ahmedabad: મેટ્રોમાં ખામી સર્જાતા મુસાફરો રખડ્યા, વસ્ત્રાલ-થલતેજ લાઇન બંધ

અમદાવાદ મેટ્રોમાં ખામી સર્જાતા વસ્ત્રાલ-થલતેજ લાઇન બંધ કરવાની ફરજ પડી હતી. વસ્ત્રાલ-થલતેજ લાઇન બંધ થતા મુસાફરો રઝળી પડ્યા હતા. મેટ્રો દ્વારા મુસાફરોને પ્રોપર માહિતી આપવામાં ના આવતા મુસાફરો રોષે ભરાયા હતા.

અમદાવાદ મેટ્રોમાં ખામી સર્જાતા ઓફિસ જવા નીકળેલા અનેક મુસાફરો રખડી પડ્યા હતા. વસ્ત્રાલ-થલતેજ લાઇનમાં ખામી સર્જાતા સવારથી જ મેટ્રો બંધ કરવાની ફરજ પડી હતી. મુસાફરો સમયસર ઓફિસ જવા માટે અને સમય બચે તે માટે મેટ્રોનો ઉપયોગ કરતા હોય છે.

જોકે, મુસાફરો જ્યારે મેટ્રો સ્ટેશન પર પહોંચ્યા અને ટિકિટ લઇ લીધી તે બાદ ઘણા સમય સુધી મેટ્રો ના આવતા મુસાફરો અકળાયા હતા.અમદાવાદના પૂર્વ વિસ્તારથી પશ્ચિમ વિસ્તારમાં નોકરીએ આવતા મુસાફરોને મેટ્રો બંધ થતા યોગ્ય જવાબ ના મળતા અકળાયા હતા.

આ પણ વાંચો, Story of serial killer: નરભક્ષી સિરિયલ કિલર રાજા કલંદરની કહાની, માણસોની ખોપરીને ઉકાળીને સૂપ પીતો હતો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *