કઈંક મોટું થવાનું છે? કોરોનાકાળની જેમ હાલમાં પણ એકજુથ થઈને પરિસ્થિતિનો સામનો કરવાનો સમય,મિડલ ઈસ્ટ સંકટ પર પીએમ મોદીનું લોકસભામાં મોટું સંબોધન

મિડલ ઈસ્ટમાં વકરેલા સંકેટ પર પીએમ મોદી હાલ લોકસભામાં સંબોધન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે હું પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને આ કારણે ભારતમાં આવેલી સમસ્યા પર વાત કરવા માટે ઉપસ્થિત થયો છું. ત્યાં સ્થિતિ ચિંતાજનક છે. આ સંકટને 3 સપ્તાહથી વધુ થઈ રહ્યુ છે. તેનાથી સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા અને લોકોના જીવન પર વિપરીત અસર થઈ રહી છે. ભારત સામે પણ આ યુદ્ધે અનપેક્ષિત પડકારો ઊભા કર્યા છે. મિડલ ઈસ્ટનું સંકટ વધી રહ્યું છે. આ સંકટ પર પીએમ મોદી સંસદના નીચલા ગૃહ લોકસભામાં સંબોધન કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે આ સંકટે ભારત સામે અનેક પડકારો ઊભા કર્યા છે. આ પડકારો આર્થિક, નેશનલ સિક્યુરિટી સંલગ્ન અને માનવીય પણ છે. 

પીએમ મોદીએ કહ્યું કે આ યુદ્ધે ભારત સામે અનપેક્ષિત પડકારો ઊભા કર્યા છે. આ પડકારો આર્થિક પણ છે, રાષ્ટ્રીય સુરક્ષા સંલગ્ન અને માનવીય પણ છે. યુદ્ધગ્રસ્ત અને યુદ્ધગ્રસ્ત દેશો સાથે ભારતના વ્યાપક વેપારી સંબંધો છે. જે ક્ષેત્રમાં આ યુદ્ધ થઈ રહ્યુ છે તે દુનિયાના બીજા દેશો સાથે આપણા વેપારનો પણ એક મહત્વપૂર્ણ રસ્તો છે. ખાસ કરીને ક્રૂડ ઓઈલ અને ગેસની આપણી જરૂરિયાતોનો એક મોટો ભાગ આ વિસ્તાર પૂરી કરે છે. 

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતની સંસદથી આ સંકટ અંગે એકમત અને એકજૂથ અવાજ દુનિયામાં જાય તે ખુબ જરૂરી છે. જ્યારથી આ યુદ્ધ શરૂ થયું છે ત્યારથી જ પ્રભાવિત ક્ષેત્રોમાં દરેક ભારતીયને મદદ અપાઈ રહી છે. મે પોતે પશ્ચિમ એશિયાના મોટાભાગના રાષ્ટ્રાધ્યક્ષોની સાથે બે રાઉન્ડ ફોન પર વાત કરી છે. બધાએ ભારતીયોની સુરક્ષાનું પૂરેપૂરું આશ્વાસન આપ્યું છે. દુર્ભાગ્યથી આ દરમિયાન કેટલાક લોકોનું દુખદ મૃત્યુ થયું અને કેટલાક લોકો ઘાયલ થયા છે. આવી મુશ્કેલ સ્થિતિમાં પરિજનોની મદદ થઈ રહી છે. 

તેમણે કહ્યું કે પ્રભાવિત દેશોમાં આપણા મિશન સતત ભારતીયોને મદદ કરવામાં લાગ્યા છે. પછી ભલે ત્યાં કામ કરતા ભારતીયો હોય કે પછી ત્યાં ગયેલા પ્રવાસીઓ, બધાને દરેક શક્ય મદદ થઈ રહી છે. અમારા મિશન રેગ્યુલર રીતે એડવાઈઝરી પણ જાહેર કરી રહ્યા છે. ભારત અને અન્ય પ્રભાવિત દેશોમાં 24/7 આઉટરીચ રૂમ અને ઈમરજન્સી હેલ્પલાઈન શરૂ કરી છે. તેના દ્વારા તમામ પ્રભાવિત લોકોને લેટેસ્ટ જાણકારી આપવામાં આવી રહી છે. સંકટના સમયમાં ભારત અને વિદેશમાં ભારતીયોની સુરક્ષા ખુબ જરૂરી છે.  

વેસ્ટ એશિયા વિવાદ પર પીએમ મોદીએ કહ્યું કે ભારતના એવા દેશો જે લડાઈમાં છે અને લડાઈથી પ્રભાવિત છે તેમની સાથે મોટા પાયે વેપારી સંબંધો છે. જે વિસ્તારમાં યુદ્ધ થઈ રહ્યું છે તે દુનિયાભરના અન્ય દેશો સાથે આપણા વેપાર માટે પણ એક જરૂરી રસ્તો છે. ખાસ કરીને આપણી ક્રૂડ ઓઈલ અને ગેસની જરૂરિયાતોના એક મોટા ભાગ માટે. આ વિસ્તાર આપણા માટે એક અન્ય રીતે પણ જરૂરી છે. લગભગ એક કરોડ ભારતીયો ખાડી દેશોમાં રહે છે અને કામ કરે છે. ત્યાં કોમર્શિયલ જહાજ ચલાવે છે. ભારતીય ક્રૂ મેમ્બર્સની સંખ્યા પણ ખુબ વધુ છે. આ અલગ અલગ કારણોસર ભારતની ચિંતાઓ સ્વાભાવિક રીતે વધુ છે. આથી એ જરૂરી છે કે આ સંકટ વિશે સંસદથી દુનિયામાં એક અવાજ અને સામાન્ય સહમતિ પહોંચે. 

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે સરકાર સંવેદનશીલ પણ છે, સતર્ક પણ છે અને દરેક મદદ માટે તત્પર પણ છે. ભારતમાં મોટી પાયામાં ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝર જેવી અનેક જરૂરિયાતોની ચીજો હોર્મુઝ સ્ટ્રેટના રસ્તે આવે છે. યુદ્ધ બાદથી જ હોર્મુઝ સ્ટ્રેટથી જહાજોનું આવવું જવું ખુબ પડકારભર્યું બની ગયું છે. આમ છતાં સરકારની પ્રયત્નો રહ્યા છે કે પેટ્રોલ, ડીઝલ અને ગેસનો સપ્લાય વધુ પ્રભાવિત ન થાય. તેના પર અમારું ફોકસ રહ્યું છે. 

આ સાથે તેમણે કહ્યું કે ગત દાયકામાં ભારતે સંકટના આવા જ સમય માટે ક્રૂડ ઓઈલના ભંડારણને પ્રાથમિકતા આપી છે. આજે  ભારત પાસે 53 લાખ મેટ્રિક ટનથી વધુ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ છે અને 65 લાખ મેટ્રિક ટ્નથી વધુના રિઝર્વની વ્યવસ્થા પર દેશ કામ કરી રહ્યો છે. છેલ્લા 11 વર્ષમાં આપણી રિફાઈનરી કેપેસિટીમાં પણ ઉલ્લેખનીય વધારો થયો છે. સરકાર અલગ અલગ દેશોના સપ્લાયર્સ સાથે પણ સતત સંપર્કમાં છે. 

વેસ્ટ એશિયા યુદ્ધ પર પીએમ મોદીએ કહ્યું કે જ્યારથી યુદ્ધ શરૂ થયું છે ત્યારથી 375000  ભારતીયો સુરક્ષિત રીતે ભારત પાછા ફર્યા છે. ઈરાનથી અત્યાર સુધીમાં 1000 ભારતીયો પાછા ફર્યા છે. જેમાંથી 700થી વધુ મેડિકલ વિદ્યાર્થીઓ છે. સ્થિતિ જોતા CBSEએ ખાડી દેશોની શાળાઓમાં ક્લાસ 10 અને 12ની પરીક્ષાઓ રદ કરી છે અને વિદ્યાર્થીઓનો અભ્યાસ કોઈ પણ અડચણ વગર ચાલુ રહે તે માટે પગલાં લેવાઈ રહ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટના રસ્તે મોટા પાયે  ક્રૂડ ઓઈલ, ગેસ, ફર્ટિલાઈઝર અને જરૂરી ચીજો ભારત આવે છે. જ્યારથી યુદ્ધ શરૂ થયું ત્યારેથી હોર્મુઝના રસ્તે જહાજોનું આવવું જવું મુશ્કેલ બન્યું છે. બધા જાણે છે કે દેશ પોતાની એલપીજીની જરૂરિયાતોના 60 ટકા આયાત કરે છે. સપ્લાયમાં અનિશ્ચિતતાના કારણે સરકારે ઘરેલુ એલપીજી ગ્રાહકોને પ્રાથમિકતા આપી છે. આ સાથે જ એલપીજીનું ઘરેલુ પ્રોડક્શન પણ વધારવામાં આવ્યું છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલનો સપ્લાય ઠીક રહે તે માટે સતત કોશિશ કરાઈ છે. 

સરકાર દેશમાં તેલ અને ગેસ સંકટ ટાળવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે, અમે હવે 27 ને બદલે 41 દેશોમાંથી આયાત કરી રહ્યા છીએ. મોદીએ કહ્યું- કોરોનાકાળની જેમ હાલમાં પણ એકજુથ થઈને પરિસ્થિતિનો સામનો કરવાનો સમય છે.

મોદીએ કહ્યું- હું આ ગૃહમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને ભારત પર તેની અસર અંગે ચર્ચા કરવા આવ્યો છું. ત્યાંની પરિસ્થિતિ હાલમાં ચિંતાજનક છે.

વીજ પુરવઠા પર: યુદ્ધનો એક પડકાર એ છે કે દેશમાં ઉનાળાની ઋતુ શરૂ થઈ રહી છે. આવનારા દિવસોમાં વીજળીની માંગ વધશે. દેશના વીજ પ્લાન્ટોમાં કોલસાનો સ્ટોક ઉપલબ્ધ છે. વીજ ઉત્પાદનથી લઈને પુરવઠા સુધીની દરેક સિસ્ટમ પર નજર રાખવામાં આવી રહી છે.

યુદ્ધની અસર લાંબા સમય સુધી રહી શકે છે, આપણે કોરોના સંકટની જેમ તૈયાર રહેવું પડશે

પીએમ મોદીએ લોકસભામાં જણાવ્યું હતું કે ઈરાન-ઈઝરાયલ યુદ્ધની અસરો લાંબા સમય સુધી રહી શકે છે. આપણે કોરોના સંકટની જેમ તૈયાર રહેવું પડશે. જોકે, ભારતની ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે અમે વૈકલ્પિક ઉકેલો પણ શોધી રહ્યા છીએ.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: મિડલ ઈસ્ટ સંકટ સામે લડવા ભારતનો થ્રી-ફેઝ પ્લાન, PM MODIએ બોલાવી હાઈલેવલ મીટિંગ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *