પીએમ મોદી ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને તરફથી સર્વોચ્ચ સન્માન મેળવનારા વિશ્વ નેતાઓમાંના એક બન્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન બંને તરફથી સર્વોચ્ચ સન્માન મેળવનાર વિશ્વના પસંદગીના નેતાઓમાં સામેલ થઈ ગયા છે. બુધવારે ઇઝરાયેલી સંસદ (નેસેટ) માં તેમના ઐતિહાસિક સંબોધન બાદ તેમને ‘સ્પીકર ઓફ ધ નેસેટ મેડલ’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ નેસેટનું સર્વોચ્ચ સન્માન છે અને પીએમ મોદી આ પદક મેળવનારા પ્રથમ નેતા બન્યા છે.
નેસેટના સ્પીકર અમીર ઓહાનાએ પીએમ મોદીને આ મેડલ અર્પણ કર્યો હતો, જે તેમના વ્યક્તિગત નેતૃત્વ દ્વારા ભારત-ઇઝરાયેલ વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવા અને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે આપવામાં આવેલા અસાધારણ યોગદાનની માન્યતા છે. આ મેડલ ખાસ કરીને ભારત અને ઇઝરાયેલ વચ્ચેની ગાઢ મિત્રતા અને સમાન લોકશાહી મૂલ્યોને સમર્પિત છે. પીએમ મોદીએ આ સન્માનનો સ્વીકાર કરતા તેને બંને દેશોની કાયમી મિત્રતાનું પ્રતીક ગણાવ્યું હતું અને વિનમ્રતાથી ગ્રહણ કર્યું હતું.
રાજદ્વારી સિદ્ધિના બેવડા સન્માન
આ સન્માન 2018 પ્રાપ્ત પેલેસ્ટાઇનના સર્વોચ્ચ પુરસ્કાર ‘ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇન’ ની સાથે મળીને પીએમ મોદીની રાજદ્વારી સિદ્ધિને વધુ વિશેષ બનાવે છે.
ગ્રેન્ડ કોલર પેલસ્ટાઇની દ્રારા વિદેશી નેતાઓને આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે, જે ભારત-પેલેસ્ટાઇન સંબંધોને મજબૂત કરવા અને પેલેસ્ટિનિયન આકાંક્ષાઓના સમર્થન માટે આપવામાં આવ્યું હતું.આ રીતે પીએમ મોદી એવા દુર્લભ વિશ્વ નેતાઓમાં સામેલ છે જેમને બંને પક્ષો તરફથી સર્વોચ્ચ સન્માન મળ્યું છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો:અનેક દેશો વર્ષોથી જેની રાહ જોતા હતા તે હવે ભારતને મળશે! PM મોદી કરશે ઈઝરાયલ સાથે ઐતિહાસિક ડીલ