PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

દેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા શિક્ષણ જગતના સૌથી મોટા વિવાદે આજે એક નવો જ વળાંક લીધો છે. NEET UG 2026 પેપર લીકના મુદ્દે દેશભરના વિદ્યાર્થીઓમાં ભારે રોષ છે. દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા દેશવ્યાપી આંદોલન અને વિદ્યાર્થીઓની સતત માંગણીઓ સામે આખરે કેન્દ્ર સરકારે નમતું જોખવું પડ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમમાં સૌથી મોટી કાર્યવાહી રૂપે, દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું આ રાજીનામું સ્વીકારી પણ લીધું છે.

શનિવારે (25 જુલાઈ, 2026) એક મોટો રાજકીય ઘટનાક્રમ સર્જાયો, જ્યારે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું. છેલ્લા એક મહિનાથી દિલ્હીના જંતર-મંતર પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહેલી ‘કોકરોચ જનતા પાર્ટી (CJP)’ એ મંત્રીના રાજીનામા પર સંતોષ અને ખુશી વ્યક્ત કરી છે. જોકે, તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી પણ આપી છે કે જ્યાં સુધી સરકાર તેમની બાકીની માંગણીઓ નહીં સ્વીકારે, ત્યાં સુધી તેઓ વિરોધ સ્થળ (જંતર-મંતર) છોડશે નહીં.

મે 2026 માં શરૂ થયેલો આ પેપર લીક વિવાદ આજે દેશનો સૌથી મોટો રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે. માત્ર CJP જ નહીં, પરંતુ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિતના તમામ વિપક્ષો પણ સંસદથી લઈને સડક સુધી કેન્દ્ર સરકારને ભીંસમાં લઈ રહ્યા છે. આ જ દબાણના કારણે સરકારે પેપર લીક કરનારા માફિયાઓ સામે કડક કાયદો બનાવવા માટે એક નવા ડ્રાફ્ટ બિલને કેબિનેટમાં મંજૂરી આપી દીધી છે, જેમાં ફાસ્ટ-ટ્રેક કોર્ટ અને આરોપીઓને કડકમાં કડક સજાની જોગવાઈઓ સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *