અમદાવાદ, સુરત, રાજકોટ… આ 13 શહેરોમાં માત્ર ₹9 લાખમાં સરકાર આપશે ઘર, આ રીતે કરો અરજી

ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આર્થિક રીતે નબળા પરિવારોને ઘરનું ઘર પૂરું પાડવાના ઉદ્દેશથી એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ‘ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન’ની 20 વર્ષની સફળતાની ઉજવણી નિમિત્તે, પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) (Urban) 2.0 હેઠળ રાજ્યના 13 શહેરોમાં કુલ 20 સ્થળોએ વ્યાજબી દરે મકાનો ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ યોજના દ્વારા માત્ર ₹9 લાખના ખર્ચે 1.5 BHKનું ઘર મેળવી શકાય છે. આ યોજનાનો લાભ લેવા માટે, અરજદારો Gujarat Housing
Board ની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકે છે.
કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતમાં મધ્યમ અને આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોને પોષાય તેવા દરે આવાસ પૂરા પાડવામાં આવશે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વડોદરા, અમદાવાદ, ભાવનગર, ભરૂચ, નવસારી, સુરત, રાજકોટ અને અમરેલી સહિતના 13 શહેરોના 20 સ્થળોએ 41.00 ચોરસ મીટરના 1.5 BHK મકાનો ઉપલબ્ધ થશે. અરજદારો ₹7,500 ભરીને ઓનલાઈન અરજી કરી શકે છે અને વધુ માહિતી વેબસાઇટ પરથી મેળવી શકાય છે.