
બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને AAPના સાંસદ રાઘવ ચઢ્ઢાના ઘરે લગ્નનાં બે વર્ષ બાદ પારણું બધાશે. બંનેએ ઈન્સ્ટાગ્રામ કોલેબમાં પોસ્ટ શેર કરી માતા-પિતા બનવાની ખુશખબરી આપી છે.
પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાએ આપ્યા ગુડ ન્યૂઝ
પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢા પોસ્ટ બે ફોટો પોસ્ટ કરી આ ગુડ ન્યૂઝ આપ્યા છે, જેમાં પહેલી તસવીરમાં 1+1=3 લખેલું છે અને નીચે બેબી ફૂટ જોવા મળે છે અને બીજો વીડિયો છે, જેમાં બંને હાથ પકડીને વોક કરી રહ્યા છે, સાથે જ એક સુંદર કેપ્શનમાં લખ્યું છે, ‘લિટલ યુનિવર્સ ઓન ધ વે’.
પોસ્ટ જોઈને સોનમ કપૂર, નેહા ધુપિયા, રકુલ પ્રીત, ભૂમિ પેડનેકર જેવી ઘણી હસ્તીઓએ દંપતીને અભિનંદન પાઠવ્યાં છે.
થોડા સમય પહેલાં જ બંનેએ ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં હિન્ટ આપી હતી. કપિલે તેના લગ્નનો એક કિસ્સો શેર કર્યો અને જણાવ્યું કે કેવી રીતે તેની માતાએ તેની પત્ની ગિન્નીને જોતાંની સાથે જ દાદી બનવાની ઇચ્છા વ્યક્ત કરી. આ પછી કપિલે રાઘવ અને પરિણીતીને પૂછ્યું કે શું તેમની સાથે પણ આવું કંઈક થયું છે? આ વાત પર રાઘવે તરત જ જવાબ આપ્યો- ‘દેંગે, આપકો દેંગે… ગુડ ન્યૂઝ જલદી દેંગે. ‘પરિણીતી તેના પતિની વાત સાંભળીને થોડી શરમાઈ ગઈ હતી. ત્યારથી આ વાતની ચર્ચા ચાલતી હતી, જોકે આ સમાચારની આજે એક્ટ્રસે ખુદ પુષ્ટિ કરી છે.
પરિણીતી અને રાઘવે વર્ષ 2023માં રાજસ્થાનના ઉદયપુરમાં લીલા પેલેસ ખાતે એક ભવ્ય સમારોહમાં લગ્ન કર્યા હતા. આ લગ્ન સમારોહમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને રાજકારણના ઘણા જાણીતા ચહેરા હાજર રહ્યા હતા.
