ભારતમાં ગેરકાયદેસર ઘૂસવાનો પ્રયત્ન કરતા પાકિસ્તાનીને આર્મીએ કર્યો ઠાર

શુક્રવારે વહેલી સવારે અમૃતસરના રામદાસ સેક્ટરમાં ભારત-પાકિસ્તાન સરહદ પર બીએસએફ જવાનોએ એક પાકિસ્તાની ઘુસણખોરને ઠાર માર્યો હતો. ઘુસણખોર બોર્ડર ઓબ્ઝર્વેશન પોસ્ટ બધાઈ ચીમા દ્વારા ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ચેતવણી આપ્યા પછી પણ જ્યારે તે અટક્યો નહીં, ત્યારે સૈનિકોએ તેને ગોળી મારી દીધી. પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ લીધો છે પરંતુ તેની સાથે કોઈ દસ્તાવેજો મળ્યા નથી.
શુક્રવારે સવારે 4 વાગ્યે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર રામદાસ સેક્ટર નજીક BSF જવાનોએ એક પાકિસ્તાની ઘુસણખોરને ઠાર માર્યો હતો. પાકિસ્તાની નાગરિક બોર્ડર ઓબ્ઝર્વેશન પોસ્ટ બધાઈ ચીમા દ્વારા ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
ધુમ્મસમાં સૈનિકોએ તેને જોયો કે તરત જ BSF એ તેને રોકવાની ચેતવણી આપી. આમ છતાં, પાકિસ્તાની નાગરિક ભારતીય સરહદ તરફ આગળ વધી રહ્યો હતો. આ પછી બીએસએફએ તેને ગોળી મારી.