Site icon Time News

Rajasthan: રાજસ્થાનના જૈસલમેર એરપોર્ટ પર પાકિસ્તાનનો ડ્રોનથી હુમલો

Oplus_131072

પાકિસ્તાનની સરહદે આવેલા રાજસ્થાનના જિલ્લાઓમાં આજથી બ્લેકઆઉટ શરૂ થઈ ગયું છે. આ બ્લેકઆઉટ રાત્રે 9 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી રહેશે. રાજસ્થાનના જેસલમેર, બાડમેર અને શ્રીગંગાનગર જિલ્લામાં અંધારપટ રહેશે. પાકિસ્તાન દ્વારા જેસલમેરમાં ડ્રોન હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં પહેલાથી જ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

જિલ્લામાં સંપૂર્ણ અંધારપટ છે. વિસ્ફોટનો અવાજ સાંભળીને લોકોમાં ગભરાટ ફેલાયો છે. લોકોએ પોતાને પોતાના ઘરોમાં કેદ કરી લીધા છે. વિસ્ફોટનો અવાજ કેવો હતો તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આ ઉપરાંત બાડમેરમાં ત્રીજી વખત સાયરન વાગ્યું છે

ગુરુવારે રાત્રે પાકિસ્તાને જમ્મુ અને પઠાણકોટ સહિત અનેક શહેરો પર મિસાઇલોથી હુમલો કર્યો. જોકે, ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલી S-400એ મિસાઇલોને હવામાં જ તોડી પાડી. પાકિસ્તાને જમ્મુ, પઠાણકોટ, શાહપુર, માધોપુર, ફિરોઝપુર, જેસલમેરમાં મિસાઈલ અને ડ્રોન છોડ્યા છે. હુમલો થતાં જ જમ્મુ સહિત તમામ વિસ્તારોમાં સાયરન વાગવા લાગ્યા, જેના કારણે લોકો ગભરાઈ ગયા. સમગ્ર વિસ્તાર તાત્કાલિક અંધારપટમાં ડૂબી ગયો.

આ પણ વાંચો, Pakistan attacked: પાકિસ્તાને જમ્મુથી લઈ રાજસ્થાન સુધી સુસાઈડ ડ્રોનથી હુમલો કર્યો, જમ્મુથી રાજસ્થાન સુધીની સરહદ પર બ્લેકઆઉટ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version