Pahalgam Attack: પાકિસ્તાનના રક્ષામંત્રીનું શરમજનક નિવેદન: ‘અમે અમેરિકાના ઈશારે 30 વર્ષથી આવાં ગંદાં કામ કરી રહ્યા હતા’

પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફે સ્વીકાર્યું છે કે તેમનો દેશ છેલ્લાં 30 વર્ષથી આતંકવાદીઓને ટેકો અને તાલીમ આપી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે તેઓ અમેરિકા અને પશ્ચિમી દેશો માટે આવાં ‘ગંદાં કામ’ કરી રહ્યા છે.

ખ્વાજા આસિફે શુક્રવારે બ્રિટિશ અખબાર ધ સ્કાયને આપેલા ઈન્ટરવ્યૂમાં આ વાત કહી હતી. બ્રિટિશ એન્કર યાલ્દા હાકિમે તેમને પૂછ્યું હતું કે શું પાકિસ્તાન આતંકવાદી જૂથોની પ્રવૃત્તિઓ માટે જવાબદાર છે? આ અંગે તેમણે કહ્યું હતું કે વૈશ્વિક શક્તિઓએ પોતાનાં હિતો માટે પાકિસ્તાનનો ઉપયોગ કર્યો.

ખ્વાજા આસિફે પણ સ્વીકાર્યું છે કે આતંકવાદીઓને ટેકો આપવો કે તાલીમ આપવી એ એક મોટી ભૂલ હતી. અમે આની સજા ભોગવી રહ્યા છીએ. તેમણે કહ્યું, જો અમે સોવિયેત યુનિયન સામેના યુદ્ધમાં જોડાયા ન હોત અને 9/11ના હુમલા પછી જે પરિસ્થિતિ ઊભી થઈ એ ન થઈ હોત, તો પાકિસ્તાનનો રેકોર્ડ બેદાગ હોત.

પહેલગામ મુદ્દા અંગે ખ્વાજા આસિફે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલો વિવાદ બંને દેશો વચ્ચે મોટા યુદ્ધનું સ્વરૂપ લઈ શકે છે. ભારત જે પણ કરશે, પાકિસ્તાન તેનો જવાબ આપશે. જો વસ્તુઓ ખોટી પડે છે, તો આ સંઘર્ષનાં પરિણામો ખતરનાક બની શકે છે.

પાકિસ્તાનના સંરક્ષણમંત્રીએ કહ્યું હતું કે પહેલગામ હુમલા માટે પાકિસ્તાન નહીં, પણ ભારત જવાબદાર છે. જો ભારત અમારી સામે કોઈ કાર્યવાહી કરશે તો પાકિસ્તાન પણ એ જ રીતે જવાબ આપશે. પાકિસ્તાન પાસે જવાબ આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

તેમણે કહ્યું હતું કે દુનિયાએ ચિંતા કરવી જોઈએ, કારણ કે બંને દેશો પાસે પરમાણુ શસ્ત્રો છે. જોકે તેમણે આશા વ્યક્ત કરી કે બંને દેશો વાતચીત દ્વારા આ મુદ્દાનો ઉકેલ લાવશે.પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી સ્વીકારનાર આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) વિશે પૂછવામાં આવતાં આસિફે કહ્યું હતું કે તેમણે ક્યારેય તેનું નામ પણ સાંભળ્યું નથી. જ્યારે એન્કરે તેમને યાદ અપાવ્યું કે TRF લશ્કર-એ-તૈયબાનો એક ભાગ છે, ત્યારે તેમણે કહ્યું- એ હવે જૂનો થઈ ગયો છે. તે હવે અસ્તિત્વમાં નથી.

આ પણ વાંચો, Ahmedabad: AMC દ્વારા વોટ્સએપ સર્વિસ ચાલુ કરવામાં આવી, વોટ્સએપ પર ફોટો-વીડિયો મોકલીને AMTS અંગે ફરિયાદ કરી શકાશે

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *