Operation Sindoor: ઓપરેશન સિંદૂર બાદ જવાબી કાર્યવાહી કરવાની પાકિસ્તાનની ધમકી, કહ્યુ- ‘જવાબ આપ્યા વિના રહીશું નહીં’

Oplus_131072

પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે મંગળવારે મોડી રાત્રે આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું. આ ઓપરેશન હેઠળ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. ભારતે બુધવારે વહેલી સવારે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (PoJK) માં આતંકવાદી છાવણીઓ પર ‘ઓપરેશન સિંદૂર’ ચલાવ્યું હતું. પાકિસ્તાનના ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના ડિરેક્ટર જનરલે ભારતના હુમલા પર પ્રતિક્રિયા આપી હતી અને ભારતની એરસ્ટ્રાઇકને “કામચલાઉ આનંદ” ગણાવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે આ સ્થાયી દુઃખથી ફેરવાઇ જશે. ISPRના સત્તાવાર નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું હતું કે “પાકિસ્તાન પોતાની પસંદગીના સમયે અને સ્થળ પર તેનો જવાબ આપશે”. DG એ ભારતના હુમલાનો ઉલ્લેખ કરતા ઉમેર્યું હતું કે, “તેનો જવાબ આપવામાં આવશે”.

ISPRએ એક નિવેદનમાં કહ્યું કે “ભારતે હવામાંથી ત્રણ સ્થળોએ હુમલો કર્યો છે. બહાવલપુર, કોટલી અને મુઝફ્ફરાબાદ… પાકિસ્તાન વાયુસેનાના બધા વિમાનો એક્ટિવ છે. ભારતે તમામ હુમલાઓ પોતાના હવાઇ ક્ષેત્રમાં રહીને કર્યા છે.” વધુમાં તેમાં કહેવામાં આવ્યું છે કે “પાકિસ્તાન તેની પસંદગીના સમયે અને સ્થળે તેનો જવાબ આપશે. તે જવાબ આપ્યા વિના રહેશે નહીં. ભારતનો ક્ષણિક આનંદ કાયમી દુઃખથી બદલાશે.

આ પણ વાંચો, કેવો રહેશે તમામ લોકોનો આજનો દિવસ, જાણો એક ક્લિક પર

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *