ટ્રાફિકને અડચણ કરતા બાધારૂપ દબાણ સાંખી લેવાશે નહીં- હાઈકોર્ટ

હાઈકોર્ટે સરકાર અને સત્તાવાળાઓને જણાવ્યું હતું કે હાઈકોર્ટની અમલાવારીમાં કોઈપણ અડચણ ઉભી કરનારા કોઈપણ તત્વો હશે તે સાંખી નહીં લેવાય અને કોર્ટ આ મામલે સુઓમોટો કન્ટેમ્પટ પ્રોસીડીંગ્સ હાથ ધરશે. હુકમોના પાલનમાં બાધારૂપ બનનાર એ કોઈપણ હશે હાઈકોર્ટે તે ચલાવી લેશે નહીં. હવે સમય પાકી ગયો છેકે, તમારે કડકાઈથી હાઈકોર્ટના ચુકાદા અને નિર્દેશોનું પાલન, નિયમોની અમલવારી અને પ્લાનીંગ કરવું જ પડશે.
કોઈપણ હિસાબે કાયદાનું પાલન થાય તે જરૂરી છે, સરકારપક્ષ તરફથી અદાલતને જણાવાયું હતું તે એસજી હાઈવે પર ગણેશ મેરિડિયન, બોપલ, ઘુમા, જજીસ બંગલો, એચ એલ રોડ, સેપ્ટ અને IIM રોડ પર લારી-ગલ્લા સહિતના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે, જે શહેરના અન્ય વિસ્તારોમાં ચાલું રાખવામાં આવશે. વર્ષ 2025માં અમદાવાદમાં કોમન વેલ્થ અને ત્યારપાછી ઓલિમ્પિકની ઈવેન્ટ માટે તૈયારીઓ ચાલી રહી હોય ત્યારે સત્તાવળાઓ નિયમોના પાલન માટે તમામ રીતે કામગીરી કરી રહ્યા છે.