
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અમેરિકન ડોલર પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર હશે. આ અમેરિકાની સ્વતંત્રતાની 250મી વર્ષગાંઠ નિમિત્તે કરવામાં આવશે, અને 165 વર્ષમાં આ પહેલી વાર બનશે. નોંધનીય છે કે 1861 થી, અમેરિકન ડોલરની નોટો પર ફક્ત યુનાઇટેડ સ્ટેટ્સના ટ્રેઝરર દ્વારા જ હસ્તાક્ષર કરવામાં આવતા હતા, પરંતુ હવે આ પરંપરામાં ફેરફાર કરીને રાષ્ટ્રપતિ ટ્રમ્પના હસ્તાક્ષરનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે.
165 વર્ષ જૂની પરંપરાનો અંત, હવે ડૉલર પર ટ્રમ્પના હસ્તાક્ષર
આ નવા ફેરફાર મુજબ, જૂન મહિનાથી 100 ડૉલરની પ્રથમ નોટો છાપવામાં આવશે, જેમાં ટ્રમ્પ અને ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટના હસ્તાક્ષર હશે. ખાસ વાત એ છે કે, 1861થી ચાલી આવતી પરંપરાનો અંત આવશે, કારણ કે હવેથી નોટો પર યુએસ ટ્રેઝરરના હસ્તાક્ષર લેવામાં આવશે નહીં. લિન્ના માલેરબા છેલ્લા ટ્રેઝરર હશે જેમના હસ્તાક્ષર અત્યાર સુધીની નોટો પર જોવા મળતા હતા. હાલમાં પૂર્વ પ્રમુખ જો બાઈડનના સમયના ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેનના હસ્તાક્ષર વાળી નોટોનું ઉત્પાદન ચાલુ છે, પરંતુ ટૂંક સમયમાં નવી નોટો બજારમાં ફરતી થશે.
જીવિત વ્યક્તિની તસવીર છાપવા પરના કાયદાકીય અવરોધો
ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે આ નિર્ણયને યોગ્ય ઠેરવતા જણાવ્યું હતું કે, ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન અમેરિકાનો આર્થિક વિકાસ અને ડૉલરની મજબૂતી ઐતિહાસિક રહી છે, તેથી ચલણી નોટો પર તેમનું નામ હોવું એ દેશની સિદ્ધિઓનું સન્માન છે. જોકે, કાયદાકીય મર્યાદાઓને કારણે જીવિત વ્યક્તિની તસવીર સિક્કા પર છાપી શકાતી નથી, તેથી નોટોની ડિઝાઇનમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવશે નહીં, માત્ર હસ્તાક્ષર બદલાશે. ‘ઇન ગોડ વી ટ્રસ્ટ’ જેવા શબ્દો અને મૃત વ્યક્તિઓના પોટ્રેટ નોટો પર યથાવત રહેશે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો; ભગવાન રામને સુર્ય તિલક, PM મોદી પણ બન્યા સાક્ષી, રામનગરીમાં રામનવમીની ઉજવણી
