‘એજ્યુકેશન ટ્રસ્ટ નહીં પણ કંપની’ સેવન્થ ડે સ્કૂલ મામલે તપાસમાં અનેક મોટા ઘટસ્ફોટ

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ મામલે મોટી ખબર સામે આવી છે. આ શાળાએ અનેક નિયમોનું ઉલ્લંઘન કર્યુ હોવાનું બહાર આવ્યું છે. શાળાએ બાંધકામની મંજૂરી વિના માત્ર ઇમ્પેક્ટ ફી ભરીને શાળામાં બાંધકામ કર્યુ હતું..

વધુમાં, અલગ-અલગ દસ્તાવેજોમાં AMCને ગુમરાહ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.. એક અન્ય ગંભીર મુદ્દો એ છે કે, 2001માં 99 વર્ષના ભાડાપટ્ટા હેઠળ જમીન ટ્રસ્ટને આપવાની થતી હતી, પરંતુ આ સ્કૂલે ટ્રસ્ટ તરીકે નહીં પરંતુ કંપની તરીકે જમીન મેળવી હતી.. કરાર થયો તેમાં ઈન્ડિયા ફાયનાશિયલ એસોસિએશન ઓફ સેવન્થ ડે એડવેન્ટિસ કંપની તરીકે બોલે છે.

વર્ષ 2001-2002માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરવામાં આવ્યો હતો કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીપી સ્કિમમાં સ્કૂલના હેતુ માટે રિઝર્વ રખાયેલી પ્લોટની જમીન એજ્યુકેશન ટ્રસ્ટ અને રજિસ્ટર થયેલી સૂચિત ટ્રસ્ટ ધરાવતી સંસ્થાને જ આપવાની હતી પરંતુ AMC દ્વારા સેવન્થ ડે સ્કૂલની નોંધાયેલી કંપની સાથે કરાર કરાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *