Ahmedabad:આજે NID નો 44મો દીક્ષાંત સમારોહ; રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી અને રાજ્યપાલ ઉપસ્થિત રહેશે

આજે નેશનલ ઈન્ટીટ્યુટ ઓફ ડિઝાઈન (NID) અમદાવાદનો 44મો દીક્ષાંત સમારોહ યોજાશે. જેમાં મુખ્ય અતિથિ તરીકે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપસ્થિત રહેશે. તે ઉપરાંત ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ, રાજ્ય કક્ષાના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી જિતિન પ્રસાદ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. આ અંગે NIDના ડાયરેક્ટર ડૉ. અશોક મંડલે કહ્યું કે, આ દીક્ષાંત સમારોહ સાંજે 5 વાગીને 20 મિનિટે શરૂ થશે. આ વખતના દીક્ષાંત સમારોહમાં બેચલર ડિગ્રી પ્રોગ્રામના 102 વિદ્યાર્થીઓને, 323 માસ્ટર્સ ડિગ્રી પ્રોગ્રામના વિદ્યાર્થીઓને અને 5 પીએચડી સ્કોલર્સ વિદ્યાર્થીઓ મળીને કુલ 430 વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરવામાં આવશે.

ડીગ્રી મેળવનારા 430 વિદ્યાર્થીઓ પૈકી 57 ટકા મહિલા ડિઝાઈનર છે જ્યારે 43 ટકા જેટલા પુરુષ ડિઝાઈનર્સ છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનની સ્થાપના 1961માં અમદાવાદમાં કરવામાં આવી હતી. જેમાં ગૌતમ સારાભાઈ અને તેમના બહેન ગિરા સારાભાઈનું સૌથી મહત્વપૂર્ણ યોગદાન હતું. ગૌતમ સારાભાઈએ આ પ્રખ્યાત સંસ્થાના પાયા નાંખ્યા હતા. ત્યાર બાદ 1 એપ્રિલ, 1976ના રોજ NIDએ દૂરદર્શનનો લોગો ડિઝાઈન કર્યો હતો. જેને NID સ્ટુડન્ટ દેવાશિષ ભટ્ટાચાર્યએ ડિઝાઇન કર્યો હતો.

આ પણ વાંચો, Mahesana: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI)ની ઔદ્યોગિક ઉત્પાદનમાં ઉપયોગીતા અંગે સેમિનાર યોજાશે

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *