SBI-બેંક આવતીકાલથી 6-દિવસ બંધ, આજે જ જરૂરી કામ પતાવી લો:23 થી 28 મે સુધી કામકાજ થશે નહીં

દેશની સૌથી મોટી સરકારી બેંક SBIના ગ્રાહકોએ શાખા સંબંધિત પોતાના તમામ જરૂરી કામ આજ (22 મે, શુક્રવાર) જ પતાવી લેવા જોઈએ. આવું એટલા માટે, કારણ કે 23 મે થી 28 મે 2026 ની વચ્ચે SBIની શાખાઓ સતત 6 દિવસ સુધી બંધ રહી શકે છે.

તેનું મુખ્ય કારણ વીકએન્ડ, કર્મચારીઓની પ્રસ્તાવિત બે દિવસની હડતાળ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા બકરીદ (ઈદ-ઉલ-અઝહા) માટે જાહેર કરાયેલી બે દિવસની રજાઓ છે.

જાણો શા માટે 23 થી 28 મેની વચ્ચે બંધ રહી શકે છે SBI બેંક

23 મે થી 28 મે ની વચ્ચે બેંકોમાં કામકાજ પ્રભાવિત થવાના અલગ-અલગ કારણો છે…

વીકએન્ડની રજાઓ: 23 મેના રોજ મહિનાનો ચોથો શનિવાર છે અને 24 મેના રોજ રવિવાર છે. નિયમ મુજબ, દેશની તમામ બેંકોમાં દર મહિનાના બીજા અને ચોથા શનિવારે રજા હોય છે, જેના કારણે આ બે દિવસ બેંકો બંધ રહેશે.
SBI સ્ટાફની હડતાળ: ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્ટાફ ફેડરેશને પોતાની અનેક માંગણીઓને લઈને 25 અને 26 મે (સોમવાર અને મંગળવાર) ના રોજ દેશભરમાં બે દિવસની હડતાળનો પ્રસ્તાવ મૂક્યો છે. આનાથી બેંકોના કામકાજ પર સીધી અસર પડી શકે છે.

બકરી ઈદની રજા: ભારતના અલગ-અલગ રાજ્યોમાં બકરી ઈદનો તહેવાર અલગ-અલગ દિવસે ઉજવવામાં આવશે, જેના માટે RBI એ બે દિવસની રજાઓ નક્કી કરી છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં 27 મેના રોજ બકરી ઈદના કારણે SBI બંધ રહેશે, જ્યારે કેટલાક વિસ્તારોમાં 28 મેના રોજ રજા રહેશે. જ્યારે જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં 27 અને 28 મે બંને દિવસ બેંકો બંધ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *