વિદેશી મદદ પર નેપાળનો યુ-ટર્ન! હવે ભારત-ચીન પાસે માંગી હેલ્પ, જુઓ પછી શું થયું?

નેપાળ સરકારે ગંભીર પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં આંતરરાષ્ટ્રીય શોધ અને બચાવ ટીમોની મદદ ન લેવાનો પોતાનો નિર્ણય બદલી લીધો છે. આ નિર્ણય એવા દેશોના રાજનયિક દબાણને પગલે લેવામાં આવ્યો છે કે જેમના નાગરિકો આ આપત્તિમાં ગુમ થયા છે.

ભારતની ટેકનિકલ ટીમ સહાય પૂરી પાડવા માટે કાઠમંડુ પહોંચી ગઈ છે. ભારતીય વાયુસેના પણ નેપાળમાં રાહત અને બચાવ કામગીરીમાં જોડાયેલી છે. ભારતે નેપાળને દવાઓ અને ખાદ્ય સામગ્રી સહિત 10 ટન આવશ્યક રાહત સામગ્રી મોકલી છે. અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે 10 ટન આવશ્યક રાહત સામગ્રી લઈને ભારતીય વાયુસેનાનું C-130 વિમાન નેપાળ પહોંચ્યું છે.

નેપાળ સરકારે બુધવાર, 26 જૂનના રોજ જણાવ્યું હતું કે તેના બચાવકર્મીઓ શોધખોળની કામગીરી સંભાળવા માટે સક્ષમ છે અને વિદેશી બચાવ ટીમોને મંજૂરી આપવામાં આવશે નહીં. જોકે, સરકારે હવે પોતાનું વલણ બદલ્યું છે અને ડીએનએ ટેસ્ટ , ફોરેન્સિક તપાસ અને બચાવ કામગીરી જેવા ક્ષેત્રોમાં મર્યાદિત આંતરરાષ્ટ્રીય મદદ લેવાનો નિર્ણય કર્યો છે.

‘ધ કાઠમંડુ પોસ્ટ’ અનુસાર, એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “વિદેશી શોધ અને બચાવ ટીમો તેમજ નિષ્ણાતોની મદદ સ્વીકારવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી સરકાર પર ભારે દબાણ હતું. પૂરને કારણે અનેક વિદેશી નાગરિકો ગુમ થયા છે. અમે મર્યાદિત સંખ્યામાં નિષ્ણાતોને ચોક્કસ વિસ્તારોમાં પ્રવેશવાની મંજૂરી આપી રહ્યા છીએ.”

ચીન-નેપાળ સીમા પાસે આવેલા અચાનક પૂરને પગલે 77 યાત્રાળુઓ ગુમ થયા હોવાના અહેવાલ છે. વિદેશ મંત્રી શિશિર ખનાલે રોઇટર્સને જણાવ્યું હતું કે, “નેપાળને એવા તકનીકી ક્ષેત્રોમાં વિદેશી સહાયની જરૂર છે જ્યાં તેની પાસે એક્સપર્ટાઇઝનો અભાવ છે, પરંતુ સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓપરેશન માટે વિદેશી મદદની જરૂર નથી.”

નેપાળમાં આવેલા વિનાશક પૂરને કારણે મૃત્યુઆંક 600ને વટાવી ગયો છે. અત્યાર સુધીમાં 626 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે આશરે 2,500 લોકો હજુ પણ ગુમ છે. આ આપત્તિમાં મોટી સંખ્યામાં ભારતીયો પણ ફસાયેલા છે. લગભગ 320 ભારતીય નાગરિકો અને ભારતીય મૂળના 100 લોકો સાથે હજુ સુધી સંપર્ક થઈ શક્યો નથી. રાહતની વાત એ છે કે, તિબેટમાં રહેલા આશરે 400 ભારતીયો સાથે સંપર્ક થઈ ગયો છે અને તેઓ સુરક્ષિત છે.

રસુવામાં ભોટે કોશી નદીમાં આવેલા પૂરને કારણે ગુમ થયેલા લોકોમાંથી શુક્રવાર સાંજ સુધીમાં નવાલપરાસી જિલ્લામાં 158 મૃતદેહો મળી આવ્યા હતા. આજે વધુ 48 મૃતદેહો મળી આવ્યા છેપોલીસના જણાવ્યા અનુસાર, નવલપરાસી પૂર્વમાંથી પસાર થતી નારાયણી નદીના વિવિધ સ્થળોએથી શુક્રવાર સાંજ સુધીમાં 158 મૃતદેહો મળી આવ્યા હતા. ડીએસપીએ જણાવ્યું હતું કે નદીના કિનારેથી મળી આવેલા મૃતદેહોને વિવિધ હોસ્પિટલો અને વન વિભાગની કચેરીની ઇમારતોમાં સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે હજુ પણ નદીના કિનારે નવ મૃતદેહો છે અને તેમને સુરક્ષિત સ્થળે ખસેડવાની તૈયારીઓ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *