સાબરમતી નદીના પ્રવાહમાં ફસાયેલા 7 લોકોને NDRFની ટીમે 22 કલાકના રેસ્ક્યુ બાદ બચાવ્યા

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી ્તિભારે વરસાદ વરસી રહ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે મહેસાણા જિલ્લાના વડનગરમાં જૂની વાગડી નજીક સાબરમતી નદીમાં એક મોટી ઘટના સામે આવી છે. રેતી લેવા ગયેલા 7 લોકો નદીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા.

ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધી જતાં આ લોકો નદીના વચ્ચે અટવાઈ ગયા હતા. સ્થાનિક ફાયર ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું, પરંતુ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમને બોલાવવામાં આવી.

NDRFની ટીમે 22 કલાકની અથાગ મહેનત બાદ, પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે, તમામ 7 લોકોને હેમખેમ બચાવી લીધા. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન નદીનો તીવ્ર પ્રવાહ અને વરસાદી વાતાવરણે ટીમની કામગીરીને વધુ મુશ્કેલ બનાવી હતી, પરંતુ NDRF અને ફાયર ટીમની સમન્વયિત કામગીરીએ આ મિશનને સફળ બનાવ્યું. બચાવાયેલા તમામ લોકો સુરક્ષિત છે અને તેમની તબિયત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *