સોના-પેટ્રોલ પર દેખાઈ રહી છે અપીલની અસર, ‘મન કી બાત’માં PM મોદીએ કહ્યાં ઘણા અનુભવ

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવથી ઊભી થયેલી વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પીએમ મોદીએ તાજેતરમાં અનેક અપીલો કરી હતી, જેમાં સોનું ન ખરીદવું અને પેટ્રોલ અને ડીઝલ બચાવવા કહ્યુ હતું.રવિવારે પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું, “મને ખુશી છે કે લોકોએ મારી અપીલ સ્વીકારી છે.” પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતના 135મા એપિસોડમાં જણાવ્યું હતું કે, “ભારત સમુદ્રથી આકાશ સુધી સુરક્ષિત છે.” તેમણે તાજેતરમાં પરીક્ષણ કરાયેલી જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલોનો ઉલ્લેખ કર્યો હતો.
રવિવારે મન કી બાતના 135મા એપિસોડમાં પીએમ મોદીએ સોનું ન ખરીદવા અને પેટ્રોલ અને ડીઝલ બચાવવાની અપીલની અસરની ચર્ચા કરી. પીએમ મોદીએ કહ્યું, “હું દેશના દરેક નાગરિકનો આભારી છું કે તેમણે મારી અપીલને માત્ર સમર્થન આપ્યું નથી, પરંતુ તેમાં સહયોગ પણ આપ્યો છે. ઘણા પરિવારોએ તેમના અનુભવો મારી સાથે શેર કર્યા છે. ઘણા પરિવારોએ ઘરમાં લગ્નમાં સોનું ન ખરીદવાનો નિર્ણય લીધો છે. જો જરૂરી હોય તો તેઓ જૂના સોનાને રિસાયકલ કરશે. ઘણા લોકોએ કારપૂલિંગના પોતાના અનુભવો પણ શેર કર્યા છે. જે લોકો પહેલા એક જ દિશામાં અલગ અલગ સાધનોથી જતા હતા તેઓ હવે એક સાથે જઇ રહ્યા છે. મને ખુશી છે કે આપણે ભારતીયો સાથે મળીને આ સંકટનો સામનો કરી રહ્યા છીએ.”
પીએમ મોદીએ તાજેતરમાં ઈરાન-અમેરિકા-ઇઝરાયલ યુદ્ધને કારણે સર્જાયેલા વૈશ્વિક સંકટ વચ્ચે પેટ્રોલ અને ડીઝલ બચાવવા, એક વર્ષ માટે સોનું ન ખરીદવા અને કાર પુલિંગની અપીલ કરી હતી. આજે તેમના મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ આ અપીલની અસર વિશે ચર્ચા કરી.
પીએમ મોદીએ તેમના મન કી બાત કાર્યક્રમમાં યોગ દિવસ વિશે પણ વાત કરી. તેમણે કહ્યું, “જૂનમાં, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર, વિશ્વભરના 2,500 થી વધુ સ્થળોએ વિવિધ યોગ કાર્યક્રમો યોજાયા હતા.”
પીએમ મોદીએ કહ્યું, “મેં લોકોને શક્ય હોય ત્યાં સુધી થોડા સમય માટે સોનું ખરીદવાનું ટાળવાની અપીલ કરી હતી. મેં લોકોને વિદેશમાં વેકેશન મનાવવાથી બચવા કહ્યું, મેં લોકોને કારપૂલિંગને પ્રોત્સાહન આપવા પણ વિનંતી કરી. મેં ખેડૂતોને રસાયણમુક્ત ખેતી અપનાવવા, તેમના ખેતરોનું રક્ષણ કરવા અને શક્ય તેટલા કુદરતી ખાતરોનો ઉપયોગ કરવા વિનંતી કરી… ઘણા પરિવારોએ મને તેમના અનુભવો શેર કરતા સંદેશા મોકલ્યા છે. ઘણા પરિવારોએ આ વખતે ઘરમાં લગ્નમાં સોનું ન ખરીદવાનો નિર્ણય લીધો છે. જો જરૂરી હોય તો તેઓ જૂના સોનામાંથી નવા ઘરેણાં બનાવશે…”
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતના 135મા એપિસોડમાં જણાવ્યું હતું કે, “ભારત સમુદ્રથી આકાશ સુધી સુરક્ષિત છે.” તેમણે તાજેતરમાં પરીક્ષણ કરાયેલી જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલોનો ઉલ્લેખ કર્યો હતો.