નારીત્વમ પાંચમી સીઝન: આપણા ઘરમાં રહેલી આપણી માતા,બહેન, પત્ની, મિત્ર, સહકર્મી અને બીજી અનેક નારીઓ, જેમણે તમારા જીવનમાં મહત્વનો ફાળો ભજવ્યો હોય તેવી તમામ સ્ત્રીઓને એક વિશેષ સન્માન અપાવતી ઇવેન્ટ એટલે નારીત્વમ

નારીત્વ જે ચાર વર્ષ થી નારીને સન્માન માટે ઈવેન્ટ કરે છે, આખા વર્ષ દરમિયાન 6 ઈવેન્ટ, પાંચ સેમિનાર બેઝડ નોલેજેબલ ઈવેન્ટ અને છઠ્ઠી મેઈન ઈવેન્ટ જેમાં નારીત્વમ માં સ્ત્રીત્વ નુ સન્માન થાય છે સન્માન એવા લોકો કરે છે જેઓ પોતાના જીવન માં રહેલી નારીનુ મહત્વ સમજે છે. તેણે કરેલા દરેક નાના મોટા કાર્ય ને સપોર્ટ નુ મહત્વ સમજે છે.
આ પાંચમુ વર્ષ છે.
પાંચમી સીઝન ની સેમિનાર બેઝડ ઈવેન્ટ્સ થઈ ગઈ છે, મેઈન ઈવેન્ટ જે 20 ડિસેમ્બર 2025 ના થવાની છે તેની તૈયારી રુપે નારીત્વમ ના ફાઉન્ડર શીતલ દવે તથા નારીત્વમ ની કોર ટીમ ઉમા રામન, માલતી મહેતા, ઈલા ગોહેલ, મેઘના ઓઝા, નિમીષા શાહ તથા તુલી બેનરજી ની મીટીંગ થઈ અને મેઈન ઈવેન્ટ “નારીત્વમ – ઓનર ધ નારી અરાઉન્ડ યુ” ની તૈયારી જોશ માં ચાલુ થઈ ગઈ છે.
તમે પણ જોડાવો Naritvam family સાથે નવા Member તરીકે, nominator કે visitor તરીકે, અથવા તો સ્પોન્સર તરીકે સપોર્ટ કરી તમારી પ્રોડક્ટસ નુ પ્રમોશન કરી શકો. તો બનો આ Women Appreciation & Gratitude Event નો ભાગ.અને સ્પોન્સરશિપ માટે સંપર્ક કરો મો 93761 18816