Site icon Time News

અમદાવાદ: નાલંદા સ્કૂલના વિદ્યાર્થીને શિક્ષકે માર્યો માર, માસૂમને ગળાના ભાગે પહોંચી ઈજા

રાજ્યના અમદાવાદ શહેરની ઘાટલોડિયાની નાલંદા સ્કૂલ ફરી વિવાદમાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે નાલંદા સ્કૂલના શિક્ષકએ વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે.

વિદ્યાર્થીને ગળાના ભાગે ઇજા પહોંચી
આ ઘટનામાં વિદ્યાર્થીને ગળાના ભાગે ઇજા પહોંચી છે. 9માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને આભા કાર્ડ ફોર્મ ન લાવવા મુદ્દે માર માર્યો હતો.

આ અંગે વાલીએ આક્ષેપ કર્યો કે કિરીટ પટેલ નામના શિક્ષકે તેમના બાળકને માર માર્યો છે. જોકે આ અગાઉ પણ વિદ્યાર્થીને રૂમમાં પૂરીને માર્યો હોવાના આક્ષેપ વાલીએ કર્યો હતો.

Exit mobile version