National
અયોધ્યામાં દલિત યુવતીનો નગ્ન હાલતમાં મૃતદેહ મળ્યો:પરિવારે કહ્યું- ગેંગરેપ થયો!

અયોધ્યામાં એક દલિત યુવતીનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવતી ૩૬ કલાકથી ગુમ હતી. પરિવાર તેને શોધી રહ્યો હતો. 1 ફેબ્રુઆરીની સવારે યુવતીના જીજાએ સહનવા ગામમાં સૂકી નહેરમાં તેનો મૃતદેહ પડેલો જોયો હતો.
એવી શંકા છે કે યુવતી પર ગેંગરેપ થયો છે. પરિવારના સભ્યોએ જણાવ્યું કે તેના શરીર પર કોઈ કપડાં નહોતા અને તેની આંખો ફોડી નાખવામાં આવી હતી. ચહેરા અને માથા પર ઘા હતા. શરીર પર ઘણી જગ્યાએ ઘા દેખાતા હતા. હાથ-પગ દોરડાથી બાંધેલા હતા.
કપડાથી ઢાંકીને મૃતદેહને ઉપાડનારાઓએ કહ્યું કે પગ પણ ભાંગી નાખવામાં આવ્યા હતા. મૃતદેહની હાલત જોઈને ગામની મહિલાઓ બેભાન થઈ ગઈ હતી. આ સમગ્ર મામલો અયોધ્યાના કોતવાલીના સહનવા ગામનો છે.