PMના ભાષણ વગર જ લોકસભામાં પાસ થયો આભાર પ્રસ્તાવ, ‘અબોધ’ બાળક પર જોરદાર હંગામો

સંસદમાં બજેટ સત્રના સાતમા દિવસે પણ હોબાળો ચાલુ રહ્યો. લોકસભામાં કાર્યવાહી શરૂ થતાં જ, હોબાળાને કારણે ગૃહને બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું. બપોરે 12 વાગ્યે કાર્યવાહી ફરી શરૂ થઈ ત્યારે, વિપક્ષી સભ્યો ફરીથી વેલમાં આવી ગયા. હોબાળા વચ્ચે, સ્પીકર ઓમ બિરલાએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો અને તે ધ્વનિ મતથી પસાર કરી દેવામાં આવ્યો.

લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ સૂત્રોચ્ચાર શરૂ થઈ ગયા અને માત્ર 65 સેકન્ડમાં જ સદનની કાર્યવાહીને બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી. રાહુલ ગાંધીના ભાષણનો મુદ્દો રાજ્યસભામાં પણ ઉઠ્યો, જ્યાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે હોબાળો થયો. લોકસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ વડાપ્રધાન મોદીએ આપવાનો હતો. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને બોલતા અટકાવવા સામે વિપક્ષના સાંસદોએ જોરદાર વિરોધ કર્યો. રાજ્યસભામાં ગૃહના નેતા જેપી નડ્ડા અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે વચ્ચે ઉગ્ર દલીલ થઈ. ત્યારે આ હોબાળા વચ્ચે લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ વિના જ આભાર પસ્તાવ ધ્વનિમતથી પાસ થઈ ગયો.

પીએમ મોદી 4 ફેબ્રુઆરીએ ચર્ચાનો જવાબ આપવાના હતા. આ માટેનો સાંજે 5 વાગ્યાનો સમય પણ નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ હોબાળાને કારણે આવું થઈ શક્યું નહીં. ત્યારબાદ એવી અટકળો ચાલી રહી હતી કે પીએમ આજે ચર્ચાનો જવાબ આપી શકે છે. હવે, આ બધી અટકળો પર વિરામ લાગી ગયો છે. વડાપ્રધાનના ભાષણ વિના જ ભારે હોબાલા વચ્ચે લોકસભામાં આભાર પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો. સ્પીકર ઓમ બિરલાએ હોબાળા વચ્ચે આભાર પ્રસ્તાવ મતદાન માટે મૂક્યો, અને ગૃહે તેને ધ્વનિ મતથી પસાર કરી દીધો.લોકસભામાં ગુરુવારે રાહુલ ગાંધીને બોલવાથી રોકવાનો મુદ્દો રાજ્યસભામાં ઉઠ્યો. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે બીજા ગૃહમાં વિપક્ષના નેતાને બોલવા દેવામાં ન આવ્યા. તેમણે એટલું જ કહ્યું હતું કે ગૃહના નેતા જેપી નડ્ડાએ વાંધો ઉઠાવ્યો. જેપી નડ્ડાએ કહ્યું કે તમે બીજા ગૃહની વાત અહીં ન કરી શકો. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે રાહુલ ગાંધીને બોલવાની સંપૂર્ણ તક આપવામાં આવી. તેમને ઘણીવાર તક આપવામાં આવી. ગૃહ નિયમો અનુસાર ચાલશે, પરંતુ તેઓ નિયમ જ નથી માનતા.

રાજ્યસભામાં ગૃહના નેતા જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને સલાહ આપી કે તમે પોતાની પાર્ટીના અબોધ બાળકના બંધક ન બનો. તેમણે કહ્યું કે તમે સ્વતંત્ર રીતે પોતાની પાર્ટી ચલાવો. જેપી નડ્ડાએ કહ્યું, “વડાપ્રધાન મોદી જી તૈયાર બેઠા હતા, ત્યાં જે પણ વસ્તુઓ થઈ, તેનો જવાબ આપવા માટે. તમે જ સદન ચાલવા ન દીધું.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *