‘મધર ઓફ ઓલ ડિલ્સ’ ભારત-યુરોપ વચ્ચે ફ્રી ટ્રેડ ડિલનું એલાન, EU પ્રેસિડન્ટે કહ્યું-‘આ તો શરુઆત’

આશરે 2 દશક લાંબી ચાલેલી વાતચીતને અંતે આજે ભારત અને યુરોપીય સંગઘ વચ્ચે 27 જાન્યુઆરીના રોજ એક ઐતિહાસિક ટ્રેડ ડીલ ફાઇનલ થઈ છે જેને ‘મધર ઓફ ઓફ ડીલ’ કહેવામાં આવી રહી છે અને તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ઘોષણા હવે 16 માં ભારત-EU શિખર સંમેલનમાં કરવામાં આવશે. આ ખૂબ મહત્ત્વની બેઠકની સહ અધ્યક્ષતા યુરોપીય પરિષદના રાષ્ટ્રપતિ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન કરી રહ્યા છે.

16 માં ભારત-EU શિખર સંમેલનમાં થયેલી આ ડીલમાં વેપાર, સુરક્ષા અને સ્વચ્છ ઉર્જા જેવા ક્ષેત્રોમાં સહયોગને નવી મજબૂતી આપશે અને બંને પક્ષો વચ્ચે સંબંધો રણનૈતિક રીતે પણ વધુ મજબૂત થશે.

ઉલ્લેખનીય છે કે હાલ આ બનેં નેતાઓ ભારતની રાજકીય મુલાકાતે છે અને ગઇકાલે 77 માં ગણતંત્ર દિવસના સમારોહમાં મુખ્ય આતિથી તરીકે સામેલ થયા હતા. આ સમજૂતી ભારત અને EUના સંબંધને નવી મજબૂતી આપશે. જેમાં વેપાર, સુરક્ષા અને સ્વચ્છ ઉર્જા જેવા મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધશે. આ ડીલ બંને પક્ષો માટે આર્થિક અને રણનિતીના રૂપે ખાસ માનવામાં આવી રહી છે. આ વચ્ચે આમએરિકથી પણ પ્રતિક્રિયા આવી રહી છે જ્યાં ટ્રમ્પના મંત્રીએ કહ્યું છે કે ” યુરોપ તેના જ વિરુદ્ધમાં યુદ્ધને ફંડિંગ કરી રહ્યું છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *