લિવ ઈનમાં રહેતી માતા માનવતા ભૂલી : બે વર્ષની માસુમ દીકરીને ઢોર માર મારી મોત આપ્યું

સુરતના વરાછા વિસ્તારમાં કાળજું કંપાવી દેતી ઘટના સામે આવી છે. 2 વર્ષની માસુમ દીકરીને સગી માતાએ માર મારતા મોત નિપજ્યું છે. લિવ ઈનમાં રહેતી માતાએ વેલણ અને સાવરણી વડે માત્ર બે વર્ષની બાળકી પર અમાનુષી રીતે માર માર્યો હતો. જેથી માથાના ભાગે ગંભીર ઈજા થતા બ્રેઈન હેમરેજથી બાળકીનું મોત નિપજ્યું છે.
વરાછાની વર્ષા સોસાયટી વિભાગ-1માંથી ઘટના પ્રકાશમાં આવી છે. લફીબેન સોલંકી નામની મહિલા લિવ ઈનમાં રહેતી હોવાનું સામે આવ્યું છે. આ મહિલા સંદીપ નામના યુવક સાથે છેલ્લા દોઢ મહિનાથી રહેતી હતી. તે લિવ ઈનમાં યુવક સાથે મૈત્રી કરારમાં રહેતી હતી. લફીબેનને સંતાનમાં ચાર દીકરીઓ છે. જેમાં ત્રીજા નંબરની દીકરી બે વર્ષની હતી. બે વર્ષની દીકરી સતત તોફાન કરતી હતી, તથા માતાને હેરાન કરતી હતી. તેથી ઉશ્કેરાયેલી લફીબેને વેલણ અને સાવરણાથી બાળકી પર હુમલો કર્યો.
આ અમાનુષી અત્યાર બાદ પણ માતા અટકી ન હતી. બાળકી યશવિતા સતત તોફાન કરતી હોવાથી માતા ઉશ્કેરાઈ હતી. તેણે બે વર્ષની માસુમ બાળકીને જોરદાર તમાચા પણ ઝીંકી દીધા હતા. માતાનો માર બે વર્ષની બાળકી ઝીલી શકી ન હતી, તેથી તે ત્યાં જ બેભાન થઈ ગઈ હતી. માર મારતા બાળકી બેભાન થઈ અને મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું હતું.
આ બાદ ગભરાયેલી માતા બાળકીને સ્મીમેર હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં ડોક્ટરોએ તપાસ દરમિયાન બાળકીનું મૃત જાહેર કરી હતી. બાળકીના પોસ્ટમોર્ટમમાં જૂના જખમોના નિશાન પણ મળી આવ્યા હતા. જેથી ફોરેન્સિક વિભાગે અગાઉ પણ માર મારવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, બાળકી બરાબર જમતી નહોતી અને તોફાન કરતી હતી, જેનાથી કંટાળીને માતા છેલ્લા એક અઠવાડિયાથી પટ્ટા અને લાકડીથી બે વર્ષની માસુમ બાળકીને માર મારતી હતી. આ મામલે વરાછા પોલીસે માતાની પૂછપરછ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક બાળકીના પિતા મૂળ ગીર સોમનાથના કોડીનારના વતની છે. તે ઓખા ખાતે માછીમારીનો વ્યવસાય કરે છે. જોકે, માતા હાલ સુરતમાં હીરાના કારખાનામાં કામ કરતા સંદીપ લિવ ઈન રિલેશનશીપમાં સાથે રહે છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: સાઉદીમાં ઓઇલ રિફાઇનરી પર હુમલો:UAE-કતારના ઓઇલ-ગેસ પ્લાન્ટ પર ડ્રોન હુમલો