અમદાવાદ અને ગાંધીનગરમાં 11થી વધુ શાળાઓને મળી હતી ધમકી, પોલીસનું સર્ચ ઓપરેશન પૂર્ણ

અમદાવાદ અને ગાંધીનગરની કુલ ૧૮ શાળાઓને મળેલા ધમકીભર્યા મેઈલ બાદ સર્જાયેલી અફરાતફરીનો અંત આવ્યો છે. પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તમામ શાળાઓમાં હાથ ધરવામાં આવેલું સઘન સર્ચ ઓપરેશન હવે પૂર્ણ થયું છે. અમદાવાદ અને ગાંધીનગરની કુલ ૧૮ શાળાઓને મળેલા ધમકીભર્યા મેઈલ બાદ સર્જાયેલી અફરાતફરીનો અંત આવ્યો છે. પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તમામ શાળાઓમાં હાથ ધરવામાં આવેલું સઘન સર્ચ ઓપરેશન હવે પૂર્ણ થયું છે. રાહતની વાત એ છે કે તપાસ દરમિયાન કોઈપણ સ્થળેથી કોઈ પણ પ્રકારની સંદિગ્ધ કે વાંધાજનક વસ્તુ મળી આવી નથી.
અમદાવાદ અને ગાંધીનગરની આ શાળાઓને મળી ધમકી
- મહાત્મા ગાંધી સ્કૂલ, મીઠાખળી
- જે.જી. ઇન્ટરનેશનલ સ્કૂલ, સોલા
- સત્વ વિકાસ સ્કૂલ, સિંધુભવન
- પ્રકાશ સ્કૂલ, બોડકદેવ
- માઉન્ટ કાર્મેલ સ્કૂલ, આશ્રમ રોડ
- મહારાજા અગ્રસેન સ્કૂલ
- ઝાયડ્સ સ્કૂલ
- D.A.V. સ્કૂલ
- ઉદગમ સ્કૂલ
- ઝેબર સ્કૂલ
- નિર્માણ સ્કૂલ
- D.P.S. સ્કૂલ
- તુલીપ સ્કૂલ
- G.I.I.S. સ્કૂલ
- ડીવાઈન સ્કૂલ
- જેમ્સ એન્ડ જેનેસીસ
- આવિષ્કાર સ્કૂલ
- ઝાયડ્સ સ્કૂલ, ગોધાવી
રાહતની વાત એ છે કે તપાસ દરમિયાન કોઈપણ સ્થળેથી કોઈ પણ પ્રકારની સંદિગ્ધ કે વાંધાજનક વસ્તુ મળી આવી નથી…તંત્રના જણાવ્યા અનુસાર, આ મેઈલ માત્ર ડર ફેલાવવાના હેતુથી કરવામાં આવ્યા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.જે શાળાઓને મેઈલ નથી મળ્યા તેમને પણ સતર્ક રહેવા સૂચના અપાઈ છે. શિક્ષણ વિભાગે વાલીઓને અપીલ કરી છે કે બાળકોમાં ભયનું વાતાવરણ ન ફેલાય તેની ખાસ કાળજી રાખવામાં આવે.