Site icon Time News

મોદીએ કહ્યું- 25 વર્ષ જૂનું મફલર પહેરીને ન્યુઝીલેન્ડ આવ્યો:અહીં જ મને ગિફ્ટ મળ્યું હતું, અમારા માટે દેશની વસ્તી નહીં; તેમની ભાવના મહત્વની

વડાપ્રધાન મોદીએ શનિવારે ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યુ. આ કાર્યક્રમ દરમિયાન, તેમણે લગભગ ત્રણ દાયકા પહેલાનો એક કિસ્સો સંભળાવ્યો. તેમણે ઉલ્લેખ કર્યો કે 25-30 વર્ષ પહેલાં જ્યારે તેઓ કોઈ સરકારમાં સામેલ પણ નહોતા, ત્યારે તેમને આ દેશની મુલાકાત લેવાની તક મળી હતી.

તે સમયે મને કોઈએ ભેટમાં 3 વસ્તુઓ આપી, જે હું ભારત લઈ ગયો. એક- મફલર, બીજી- કેપ અને ત્રીજી- એક સેટ મોજાં. તેમાં પણ એક વસ્તુ હું હજુ અહીં આ કાર્યક્રમમાં પણ લઈને આવ્યો છું.આ મફલરને મેં ઘણી વાર પહેર્યું છે અને આજે પણ સાચવીને રાખ્યું છે.પીએમએ વધુમાં કહ્યું કે અમારા માટે સામેના દેશની વસ્તી નહીં, જનકલ્યાણની ભાવના મહત્વ રાખે છે. અને તેથી અમે ન્યુઝીલેન્ડ પાસેથી પણ ઘણું શીખ્યા છીએ અને હજુ પણ શીખી રહ્યા છીએ.

વડાપ્રધાન મોદીએ શનિવારે ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં ભારતીય સમુદાયને સંબોધતા કહ્યું કે અમે ન્યુઝીલેન્ડ પાસેથી ઘણું શીખ્યા છીએ. આ એવો દેશ છે જેણે સૌથી પહેલા મહિલાઓને મતદાનનો અધિકાર આપ્યો હતો. ભારત પણ મહિલાઓ માટે સંભાવનાઓના નવા દરવાજા ખોલી રહ્યું છે.

પીએમ મોદીએ કહ્યું- આજે 40 વર્ષ પછી કોઈ ભારતીય પીએમ ન્યુઝીલેન્ડની ધરતી પર આવ્યા છે. આ મારું સૌભાગ્ય છે કે હું ન્યુઝીલેન્ડના તમામ નિવાસીઓ માટે, આપ સૌ લોકો માટે, 140 કરોડ ભારતીયોની શુભેચ્છાઓ લઈને આવ્યો છું. પીએમએ વધુમાં કહ્યું કે અમારા માટે સામેના દેશની વસ્તી નહીં, જનકલ્યાણની ભાવના મહત્વની છે. અને તેથી અમે ન્યુઝીલેન્ડ પાસેથી પણ ઘણું શીખ્યા છીએ અને હજુ પણ શીખી રહ્યા છીએ.

મોદીએ કહ્યું- ભારત અને ન્યુઝીલેન્ડનું ભવિષ્ય જોડાયેલું છે. સ્પેસ સેક્ટર તેનું ખૂબ મોટું ઉદાહરણ છે. ભારતનું ચંદ્રયાન જ્યારે ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડ થયું ત્યારે ન્યુઝીલેન્ડ નાચી રહ્યું હતું. તે દિવસે અમને ગર્વ થયો. અહીંની સ્પેસ કંપનીઓએ ઘણી વાર અમારી સાથે મળીને કામ કર્યું છે. સ્પેસ સેક્ટર એ જણાવવા માટે પૂરતું છે કે બંને દેશ એકબીજાને કેટલું બધું આપી શકે છે.

પીએમએ કહ્યું- મને આ યાત્રાની સફળતા પર પૂરો ભરોસો છે. જાણો છો કેમ… મોદી નહીં કારણ કે તેના અસલી નાવિક આપ સૌ છો. ઓકલેન્ડથી વેલિંગ્ટન સુધી, ક્રાઇસ્ટચર્ચથી ક્વીન્સટાઉન સુધી, ન્યુઝીલેન્ડના ખૂણેખૂણે ફેલાયેલો ભારતીય સમુદાય આ સહિયારી યાત્રાનો નાવિક છે. આગળ વધતા પહેલા હું મારા મિત્ર, અહીંના પીએમ, સરકારના તમામ સાથીઓ અને લેબર પાર્ટીના સભ્યોને અભિનંદન કહીશ.

ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરતા પીએમ મોદીએ ન્યુઝીલેન્ડ સાથે જોડાયેલી પોતાની જૂની યાદો શેર કરી. તેમણે કહ્યું કે વડાપ્રધાન તરીકે આ તેમની પ્રથમ યાત્રા છે, પરંતુ લગભગ 25 વર્ષ પહેલાં, જ્યારે તેઓ ન તો કોઈ સરકારનો ભાગ હતા અને ન તો જાહેર જીવનમાં તેમને લોકો જાણતા હતા, ત્યારે તેમને પ્રથમ વખત ન્યુઝીલેન્ડ આવવાનો અવસર મળ્યો હતો.

મોદીએ કહ્યું કે તે યાત્રા દરમિયાન એક ન્યુઝીલેન્ડવાસીએ તેમને એક મફલર, એક ટોપી અને એક જોડી મોજા ભેટમાં આપ્યા હતા. તેમણે કહ્યું કે આજે તેઓ તે જ ભેટોમાંથી એક મફલર પહેરીને કાર્યક્રમમાં આવ્યા છે. તેમણે વર્ષો સુધી આ મફલરનો ઉપયોગ કર્યો અને આજે પણ તેને તે જ સ્નેહથી સાચવીને રાખ્યો છે, જેમ તેઓ ન્યુઝીલેન્ડના લોકોના પ્રેમ અને આત્મીયતાને સાચવી રાખે છે.

મોદીએ કહ્યું-ભારત દુનિયાને વિકાસના નવા મોડલ આપી રહ્યું છે

પીએમએ કહ્યું- આજે ભારત દુનિયાનો બીજો સૌથી મોટો માછલી ઉત્પાદક છે. ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ છે. સોલર એનર્જી કેપેસિટીમાં પણ ભારત દુનિયાના મોટા દેશોમાં સામેલ થઈ ચૂક્યું છે. આજનું ભારત દુનિયાને વિકાસના નવા મોડલ આપી રહ્યું છે. યુપીઆઈના માધ્યમથી દર મહિને અબજો ડિજિટલ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે. ડ્રોન ટેકનોલોજી અને સ્પેસ ઇકોનોમીમાં ભારત નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે.

આ તે નવા ભારતની તસવીર છે જે દર્શાવે છે કે કેવી રીતે ભારત ન્યુઝીલેન્ડની જેમ ઇકોલોજી અને ઇકોનોમીમાં સંતુલન બનાવીને ચાલી રહ્યું છે. ભારતના ગ્રોથનું એક બીજું પાસું પણ છે. આ આપણો વારસો છે. ભારત જેટલું ફોકસ ઇકોલોજી અને ઇકોનોમી પર આપે છે તેટલું જ હેરિટેજ પર પણ આપે છે. આપણા મહાન શીખ ગુરુઓએ સમગ્ર માનવતાને સેવા, સાહસ અને કરુણાનો સંદેશ આપ્યો છે. દુનિયાના દરેક ખૂણે ગુરુદ્વારા સેવાના કેન્દ્રો છે.

Exit mobile version