મોદી-ફ્રેડરિક મર્ઝે ભારત-જર્મનીની ફ્રેન્ડશીપનો પતંગ ચગાવ્યો:ખુલ્લી જીપમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નિહાળ્યો

પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે તેઓ જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ સાથે ગાંધી આશ્રમની મુલાકાતે પહોંચ્યા હતા. જેના બાદ બંને મહાનુભાવો અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોજાયેલ કાઈટ ફેસ્ટિવલ ખાતે પહોંચ્યા હતા. 

PM નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં આજે ત્રીજો દિવસ છે. આજે પીએમ મોદી જર્મનીના ચાન્સેલર સાથે મુલાકાત કરશે અને સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. 

ત્યારબાદ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા પહોંચી ગયા છે. PMના પ્રવાસને લઈને તમામ જગ્યાએ લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.મોદી-ફ્રેડરિક મર્ઝે ભારત-જર્મનીની ફ્રેન્ડશીપનો પતંગ ચગાવ્યો હતો અને બંને મહાનુભાવાઓએ ખુલ્લી જીપમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નિહાળ્યો હતો .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *