Minister Bachu Khabad: મંત્રી બચુ ખાબડ ગાયબ ? કેબિનેટ બેઠક અને સચિવાલયમાં ગેરહાજરીથી પત્તુ કપાવવાની ચર્ચાએ જોર પકડ્યું

ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે, બચુ ખાબડ પોતાના દીકરાઓની ધરપકડ અને મનરેગા કૌભાંડ મુદ્દે સૌથી વધુ ચર્ચામાં છે, પરંતુ હવે એક બીજી વાત એવી સામે આવી રહી છે કે, બચુ ખાબડનું પત્તુ સરકારમાં કપાવવાનું લગભગ નક્કી છે. સુત્રો અનુસાર, બચુ ખાબડ છેલ્લા કેટલાક સમયથી ગાયબ થઇ ગયા છે. છેલ્લા બે અઠવાડિયાથી સચિવાલય કે કેબિનેટ બેઠકમાં બચુ ખાબડની ગેરહાજરી દેખાઇ રહી છે. પીએમ મોદીના દાહોદ કાર્યક્રમમાં પણ ઉપસ્થિતિ ન હતી.

બચુ ખાબડ મામલે ભ્રષ્ટાચાર સામે ભૂપેન્દ્ર પટેલ સરકારની ઝીરો ટૉલરન્સની નીતિ સ્પષ્ટ દેખાઇ રહી છે, રાજ્ય સરકારના મંત્રી મંડળમાંથી બચુ ખાબડનું પત્તુ કપાય તેવા સંકેત મળી રહ્યાં છે. સુત્રો અનુસાર, સતત બીજા સપ્તાહે કેબિનેટ બેઠકમાં બચુ ખાબડની ગેરહાજરી છે, એટલુ જ નહીં છેલ્લા બે સપ્તાહથી સચિવાલયમાં પણ બચુ ખાબડ નથી આવી રહ્યાં. મનરેગા કૌભાંડમાં બન્ને દીકરાઓની ધરપકડ બાદથી બચુ ખાબડ સરકારથી દૂર છે, ભ્રષ્ટાચારના દાગ લાગે તેવા નેતાઓને દૂર રાખવાની સરકારની નીતિ અને રણનીતિ બન્ને આ મામલે દેખાઇ રહી છે. સુત્રો અનુસાર, ભ્રષ્ટાચારનો દાગ દૂર ના થાય ત્યાં સુધી અંતર જાળવવાની સૂચના અપાઇ છે. ભ્રષ્ટ અધિકારીઓની જેમ જ હવે દાગદાર નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. દાહોદમાં પીએમ મોદીના કાર્યક્રમમાં પણ બચુ ખાબડની ઉપસ્થિતિ જોવા મળી ન હતી. 

શું હતો સમગ્ર કેસ  ?
દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં રૂપિયા 71 કરોડની કથિત ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલે પોલીસે ચાર વ્યક્તિની ધરપકડ કરી હતી. પરંતુ જેમ જેમ આ કેસની તપાસ આગળ વધી રહી છે તેમ તેમ મોટા માથાઓની સંડોવણી સામે આવી. આ કેસમાં મંત્રી બચુ ખાબડના બંને દિકરા બળવંત ખાબડ અને કિરણ ખાબડની પોલીસે ધરપકડ કરી છે. 

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાના માત્ર ત્રણ ગામોમાં મનરેગા યોજનાનું મોટુ કૌભાંડ સામે આવ્યુ છે. જેમાં વર્ષ 2021થી 2024 સુધી મનરેગા યોજનામાં એલ 1 તરીકે અધિકૃત ન હોય તેવી એજન્સીઓને છેલ્લા ત્રણ વર્ષમાં અધધ 70 કરોડ રૂપિયાનું ચૂકવણું કરી દેવામાં આવ્યુ હોવાનો ઘટસ્ફોટ થયો છે. સરકારી અધિકારી, કરાર આધારિત કર્મચારીઓ અને એજન્સીઓની મિલિભગતથી આ કૌભાંડ આચરાયુ હતુ. ત્યારે આ મામલે દાહોદના ડીઆરડીએ નિયામકે પોલીસ ફરિયાદ નોંધાવતાં દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો.

દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એ પટેલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, જિલ્લા પંચાયત તરફથી મનરેગાના કામોમાં તપાસના આદેશ મળતાં દેવગઢ બારિયા તાલુકાના કૂવા, રેઢાણા અને ધાનપુર તાલુકાના સીમામોઇ ગામે તપાસ કરવામાં આવી હતી. ત્યારે આ તપાસ દરમિયાન સ્થળ તપાસણીમાં કેટલાંક કામો અપૂર્ણ જોવા મળ્યા હતાં. દેવગઢ બારિયા તાલુકાના બે ગામોમાં કરાયેલા કામોમાં 28 એન્જન્સીને 60,90,17331 રૂપિયા જ્યારે ધાનપુર તાલુાકામાં કરાયેલ કામોમાં 7 અનધિકૃત એજન્સીને 10,10,02,818 રૂપિયા વર્ષ 2021થી 24 દરમિયાન ખોટી રીતે ચૂકવ્યાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને આ મામલામાં ચાર કર્મચારની ઘરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ કૌભાંડમા દેવગઢ બારીયાના મનરેગાના એકાઉન્ટન્ટ જયવીર નાગોરી અને મહિપાલસિંહ ચૌહાણ અને ગ્રામ રોજગાર સેવક ફુલસિંહ બારીઆ અને મંગળસિંહ પટેલીયાની ધરપકડ કરી છે.

આ પણ વાંચો, Ahmedabad: SVPI એરપોર્ટ સ્માર્ટ સિંચાઈથી વાર્ષિક 17,850 કિલોલિટર જળસંચય કરશે

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *