ગુજરાતમાં બેવડી ઋતુનો કહેર: હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં સુધી રહેશે ઠંડી અને ગરમીનો મિશ્ર અનુભવ

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના તાજા બુલેટિન મુજબ, રાજ્યમાં હજી પણ બેવડી ઋતુનો અનુભવ યથાવત રહેશે. હવામાન વિભાગના ડિરેક્ટર એ.કે. દાસે જણાવ્યું છે કે, ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાવાને કારણે વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થશે.

ગુજરાતમાં આગામી દિવસોમાં પવનની ગતિ 15થી 20 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે. આ બદલાતા હવામાનને કારણે વાયરલ બીમારીઓ વધવાની શક્યતા પણ રહેલી છે.

ઠંડીના આંકડાઓની વાત કરીએ તો, કચ્છનું નલિયા 11.9 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગર સહિતના શહેરોમાં લઘુતમ તાપમાન 15થી 16 ડિગ્રીની આસપાસ રહેશે. બીજી તરફ, બપોરના સમયે ગરમીનો પારો 32થી 34 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે, જેને કારણે લોકોને બપોરે ઉનાળા જેવો અનુભવ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *