Rajkot: રાજકોટમાં સાબુની ફેક્ટરીમાં ભીષણ આગ, 10 કીમી સુધી આગના ગોટેગોટા

 ગુજરાતમાં આજે આગની ઘટનાનો દિવસ હોય તેમ એક પછી એક આગની ઘટનાઓ સામે આવી છે. આજે સવારે ડીસામાં GIDC વિસ્તારમાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી જેમાં 10 વધુ શ્રમિકોના મોત થયાના સમાચાર સામે આવ્યા હતા, હવે રાજકોટમાં સાબુની ફેક્ટરીમાં આગ લાગી છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલા નવાગામની એક સાબુની ફેક્ટરીમાં અચાનક આગ લાગતા આગના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગની જ્વાળા એટલી વિકરાળ હતી કે 10 કીમી સુધી ધૂમાડાના ગોટા જોવા મળી રહ્યાં હતા. હાલમાં આગ પર કાબુ મેળવવા માટે 5થી વધુ ફાયરફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા છે.  

ડીસા GIDC વિસ્તારમાં ફટાકડાના ગોડાઉનમાં આગનો બનાવ સામે આવ્યો છે. આગ સમયે 20 થી 25 શ્રમિકો ગોડાઉનમાં કામ કરી રહ્યા હતા.. આગથી 5થી વધુ શ્રમિકોના મોત થયા હોવાનું સામે આવ્યું હતું. તો 5 થી 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. મોતનો આંકડો હજુ પણ વધી શકે તેવી શક્યતા છે. અત્યારે ગોડાઉનમાંથી શ્રમિકોના મૃતદેહ બહાર કાઢવામાં આવી રહ્યા છે. હજુ પણ આગને કાબુમાં લેવા માટેના પ્રયત્નો યથાવત છે. મહત્વનું છે કે આજના દિવસમાં રાજ્યમાં આગની આ બીજી મોટી ઘટના છે.. પહેલી ઘટના જૂનાગઢના જીઆઇડીસી વિસ્તારની છે જ્યાં બારદાનના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. આગ બુઝાવવા માટે ફાયરની 3 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી. જો કે સદનસીબે જુનાગઢની આગની આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી.

આ પણ વાંચો, Jharkhand: ઝારખંડમાં બે માલગાડીઓ સામસામે અથડાઈ, 2ના મોત, ટકરાયા બાદ એક ટ્રેનમાં આગ લાગી

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *