દ્વારકાધીશ જગત મંદિરમાં આરતીના ટાઈમમાં ફેરફાર, જાણો કેટલા વાગ્યે થશે મંગળા આરતી

અધિક માસ દરમિયાન ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને દ્વારકાધીશ જગત મંદિરના નિત્યક્રમમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિરના પૂજારીગણ અને વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર આવતીકાલથી 15 જૂન સુધી મંગળા આરતીના સમયમાં ફેરફાર અમલમાં રહેશે.
મંદિર તરફથી પ્રાપ્ત માહિતી મુજબ, 2 જૂનથી 15 જૂન દરમિયાન ભગવાન દ્વારકાધીશજીની મંગળા આરતી દરરોજ વહેલી સવારે 5:30 વાગ્યે યોજાશે. સામાન્ય દિવસોની સરખામણીએ આરતીનો સમય વહેલો રાખવામાં આવ્યો છે, જેથી અધિક માસ દરમિયાન મોટી સંખ્યામાં આવતા ભક્તોને દર્શન અને આરતીનો લાભ સરળતાથી મળી શકે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: http://રશિયાએ યુક્રેન પર 60થી વધુ ઘાતક મિસાઇલોથી કર્યો હુમલો, કિવમાં ભારે વિનાશ